દર્દી પાસેના રૂ. ૭૦ હજાર રોકડા અને મોબાઈલ પરિવારજનોને પરત આપ્યા
રાજકોટ – રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ૧૦૮ના સ્ટાફને આજરોજ સવારે ૭:૫૫ કલાકે કોલ આવ્યો કે ખરચિયાજામ ગામ પાસે એમ.એમ.યાર્નના ગેટ પાસે અકસ્માત થયો છે.
- Advertisement -
કોલ મળતા જ ૧૦૮ તુર્તજ સ્થળ પર પહોંચી તપાસ કરતા ૨૨ વર્ષના ઘાયલ બાઈક ચાલક પરેશભાઈ બાબુભાઇ ડાભીને માથાના ભાગે ગંભીર ઇજા, કાનમાંથી લોહી નીકળતું હતું તેમજ હાથમાં ફેક્ચર થયેલ હતું. ઘાયલ પરેશભાઈને ૧૦૮ વાનમાં ડો. ગોરધનભાઇ કટેસિયાએ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર્થે જસદણ સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.
૧૦૮ સ્ટાફ ડો. ગોરધનભાઇ કટેસિયા અને પાયલોટ મનસુખભાઇ મેણીયાએ દર્દીની સારવાર દરમ્યાન તેમની પાસે રહેલ રોકડ રકમ અને મોબાઈલ સાચવીને રાખી દીધા હતાં. જે દર્દીના સગા જગાભાઈ ટપુભાઈ વાઘેલાને દર્દી પાસેથી મળેલ ૭૦,૦૦૦ રૂપિયા અને મોબાઈલ સંભાળીને પાછા આપી ફરજ નિષ્ઠા સાથે ફરી એક વાર માનવતાની મહેકનુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
૧૦૮ ઇમરજન્સી સેવા દર્દીઓને માત્ર સારવાર આપવાનું જ કામ નહીં પરંતુ ટીમ દ્વારા દર્દીની માલમત્તા પરત કરી ૧૦૮ ની ગરિમા વધારવાનું ઉમદા કામ પણ કરે છે.
- Advertisement -



