રિપોર્ટ લેવાના ધક્કામાંથી મુક્તિ, ભૂલની શક્યતા નહિવત: તબીબોને પણ સારવારમાં સરળતા રહેશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ, ગાંધી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માટે એક મહત્ત્વપૂર્ણ અને આધુનિક ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી હોસ્પિટલમાં દર્દીઓને પ્રિન્ટેડ કાગળમાં હાથથી લખેલા પેથોલોજી રિપોર્ટ આપવામાં આવતા હતા, પરંતુ આગામી 10થી 15 દિવસમાં આ પ્રથા બંધ થશે. હવેથી અહીં સારવાર માટે આવતા તમામ દર્દીઓને નિ:શુલ્ક પ્રિન્ટેડ ડિજિટલ અદ્યતન પેથોલોજી રિપોર્ટ તેમના સ્માર્ટ ફોનમાં વ્હોટ્સએપ દ્વારા પણ મોકલવાનું શરૂ કરી દેવામાં આવશે.
ગાંધી હોસ્પિટલમાં દૈનિક 450થી વધુ ઘઙઉ નોંધાતી હોવાથી દર્દીઓની ભારે ભીડ રહે છે. અત્યાર સુધી દર્દીઓએ તબીબી ક્ધસલ્ટિંગ કરાવ્યા બાદ બ્લડ અને યુરિનના સેમ્પલ આપ્યાના અમુક કલાકો પછી રિપોર્ટ લેવા માટે બીજો ધક્કો ખાવો પડતો હતો. હવે હોસ્પિટલના ઈઉખઓ ડો. ચૈતન્યકુમાર પરમાર, પેથોલોજિસ્ટ વર્ગ-1 ડોક્ટર અને દાતાના પ્રયાસોથી ‘લેબોરેટરી ઇન્ફોર્મેશન સિસ્ટમ (કઈંજ)’ની મદદથી આ સુવિધા શરૂ થતાં દર્દીઓને રિપોર્ટ લેવા આવવાના ધક્કામાંથી મુક્તિ મળશે.હાથથી લખેલા રિપોર્ટને બદલે ડિજિટલ પ્રિન્ટેડ રિપોર્ટમાં ભૂલ થવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. સ્માર્ટ ફોનમાં લાંબો સમય સુધી રિપોર્ટ સાચવી શકાશે. સૌથી મોટો ફાયદો એ થશે કે દર્દી ફરીથી જ્યારે પણ ડોક્ટર પાસે બતાવવા આવે, ત્યારે આસાનીથી એક ક્લિકથી પોતાના મોબાઈલમાં રિપોર્ટ થકી પોતાની મેડિકલ હિસ્ટ્રી આંગળીના ટેરવે ડોક્ટરને બતાવી શકશે.
હોસ્પિટલના ઈઉખઓ ડો. ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું હતું કે, આ ડિજિટલ સુવિધાથી તબીબોને પણ સારવાર કરવામાં સરળતા રહેશે. પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ દ્વારા હોસ્પિટલને અંદાજે ₹70,000થી વધુની કિંમતનું પ્રિન્ટર ફાળવવાની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીએ જે ડોક્ટરનું ક્ધસલ્ટિંગ કરાવ્યું છે, તે ડોક્ટરને પણ સીધો જ તેમના મોબાઈલ ઉપર આ રિપોર્ટ આપી દેવામાં આવશે. આનાથી જે-તે તબીબને ઇન્ડોર કે આઉટડોર પેશન્ટની દવા ઝડપી કરવામાં વધુ સુઘડતા રહેશે.



