– ગલ્લા જેવી નાનકડી દુકાનમાંથી ખરીદીમાં પણ ડીજીટલ પેમેન્ટ સ્વીકાર્યુ
દેશભરમાં ડિજીટલ ઈકોનોમીને વેગ આપવાના પ્રયાસોને પગલે લોકો પાનના ગલ્લાંથી લઈને મોટા શોપિંગ મોલ્સમાં યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (યુપીઆઈ) એટલે કે ઓનલાઈન ચૂકવણી કરી રહ્યાં છે.
- Advertisement -
G20 સંમેલનમાં ભાગ લેવા નવી દિલ્હી આવેલા જર્મનીના ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ મંત્રી વોકર વાઈસિંગે દિલ્હીમાં આવેલી એક દુકાન પરથી મરચાં ખરીદી તેના નાણાં યુપીઆઈથી ચૂકવ્યાં હતાં.
One of India’s success story is digital infrastructure. UPI enables everybody to make transactions in seconds. Millions of Indians use it. Federal Minister for Digital and Transport @Wissing was able to experience the simplicity of UPI payments first hand and is very fascinated! pic.twitter.com/I57P8snF0C
— German Embassy India (@GermanyinIndia) August 20, 2023
- Advertisement -
આટલી નાની દુકાન પર પણ ડિજીટલ પેમેન્ટની સુવિધા જોઈને તેઓ દંગ રહી ગયા હતાં. જર્મન દૂતાવાસે વાઈસિંગના આ અનુભવો ‘એકસ’ પર શેર કરી ભારતના ડિજીટલ ઈન્ફ્રાસ્ટ્રકચરની પ્રશંસા કરી હતી.
નેશનલ પેમેન્ટ કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા 2022માં ફ્રાંસ સાથે કરાયેલી સમજૂતી જો કોઈ વ્યક્તિને પેરિસમાં યુરોમાં ચૂકવણી કરવાની હોય તો તે વ્યક્તિ યુપીઆઈ દ્વારા ભારતીય રૂપિયામાં ચૂકવણી કરે તો સમાન રકમના યુરો તેના ખાતામાંથી કપાઈ જશે.