અપેક્ષા પંડ્યાનું ‘કોઈને પ્રેમ ન કરાય’ ગીત યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય થયું છે
અપેક્ષા પંડ્યા, રાહુલ મહેતા અને હેમંત જોશીની ત્રિપુટી વેલકમ નવરાત્રીમાં ધૂમ મચાવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નાની ઉંમરમાં સંગીત ક્ષેત્રે મોટું નામ ધરાવનાર અપેક્ષા પંડ્યા ખાસ-ખબર અને કર્ણાવતી ક્લબ દ્વારા આયોજીત વેલકમ નવરાત્રી રાસોત્સવમાં રાસ-ગરબાના તાલે રાસ-ગરબાની રમઝટ બોલાવશે. અપેક્ષા પંડ્યાએ નાની ઉંમરમાં ખૂબ જ મોટી લોકચાહના મેળવી છે. આજે અપેક્ષા પંડ્યાના લાખોની સંખ્યામાં ચાહકો છે. ’કોઈને પ્રેમ ન કરાય’ ગીતના કારણે જાણીતા થયા છે. તેઓના અંગત જીવનની જો વાત કરીએ તો તેઓનું મૂળ વતન મહીસાગર જિલ્લા લુણાવાડા તાલુકાના બામરોડા ગામ છે. મારા પરિવારમાં પપ્પા રજનીકાંતભાઈ પંડ્યા, મમ્મી સુશીલાબેન અને ભાઈ છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ તેમના ગામમાંથી જ લીધેલું છે જ્યારે તેમણે સુરતથી બેચલર ઓફ પર્ફોમિંગ આર્ટસની ડિગ્રી હાંસલ કરી છે. લોકગાયક અપેક્ષા પંડ્યાએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, હું જ્યારે 6 વર્ષની હતી ત્યારથી જ ગાવાનો શોખ હતો. સ્કૂલમાં હું પ્રાર્થના ગાતી હતી. ત્યારપછીથી મે ડાયરા તથા સ્ટેજ પ્રોગ્રામમાં જવાનો નિર્ણય લીધો. તેઓએ પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા જણાવ્યું હતું કે, જ્યારે શરૂૂઆતના દિવસો હતો ત્યારે મારી ખૂબ જ અવગણના થઈ છે સ્ટેજ પર લોકડાયરામાં ઘણી વખત ગાવાનો વારો ન આવે તો મોડી રાત સુધી રાહ જોવી પડે. જ્યારે હવે મુખ્ય કલાકાર તરીકે પર્ફોમન્સ આપું છું ત્યારે એ સંઘર્ષના દિવસો યાદ આવી જાય છે. જ્યારે તા. 14-10-2023ને રાત્રે સહિયર ગ્રાઉન્ડમાં કર્ણાવતી અને ખાસ-ખબર આયોજીત વેલકમ નવરાત્રીમાં અપેક્ષા પંડ્યા, રાહુલ મહેતા અને હેમંત જોશીની ત્રીપુટી નવરાત્રીમાં ધૂમ મચાવશે.
દર્દભર્યા ગીતો ગાતી વખતે ચહેરાના હાવભાવ બદલાઈ જાય છે
અપેક્ષા પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે દર્દથી ભરેલા ગીતો ગાઉં છું ત્યારે મારા ચહેરા પર હાવભાવ અચાનક જ બદલાઈ જાય છે કારણ કે, કલાકારે ગીતોને મહેસૂસ કરવા પડે છે જેથી તેના ગીતોમાં દર્દ દેખાય. આ મને મળેલી એક કુદરતી બક્ષિસ છે.
અપેક્ષાના દર્દભર્યા ગીતોના સ્ટેટસ ખૂબ જ વાયરલ
અપેક્ષા પંડ્યાના દર્દભર્યા ગીતો યૂ ટ્યુબ તથા ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. જેમાં લોકડાયરા, લગ્નના ગીતો, હિન્દી ફિલ્મ સોંગનો સમાવેશ થાય છે.
- Advertisement -
મારા પર મા મોગલની કૃપા: અપેક્ષા પંડ્યા
પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા અપેક્ષા પંડ્યાએ જણાવ્યું કે, ઘણી વખત પ્રોગ્રામમાં મારી અવગણના થતી હોય છે પણ મારા પર મા મોગલની કૃપા છે જેથી હું મારી કરિયરમાં સતત આગળ જ વધતી જાઉં છું.