સરકાર અને મા અમૃતમ યોજનાના અધિકારીઓ દ્વારા ડૉકટરો અને હોસ્પિટલના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી મંત્રણા નિષ્ફળ : હડતાલ યથાવત
ખાસ-ખબર સંવાદદાતા
મા અમૃતમ યોજના હેઠળ દર્દીઓને આપવામાં આવતી સારવારના ખર્ચમાં ઘટાડી નાખવામાં આવતા તેના વિરોધમાં ગુજરાત રાજ્યના તમામ નેફ્રોલોજીસ્ટ ડોક્ટરોએ આંદોલનનું શસ્ત્ર ઉગામી આજથી તા.16 સૌરાષ્ટ્ર દરમિયાન મુખ્યમંત્રી અમૃતમ (માઁ) યોજના હેઠળની ડાયાલીસીસ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા ઙખઅઉંઢ અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં ડાયાલિસિસ સારવાર માટે અપાતી સહાય વધારવાને બદલે ઘટાડવામાં આવતા રાજ્યના 100 જેટલા નેફ્રોલોજીસ્ટે આજથી ત્રણ દિવસ હડતાલનું એલાન કરતા સરકાર દ્વારા ઙખઅઉંઢનું જોડાણ રદ કરવાની ગર્ભિત ધમકી આપતો ઇ-મેઇલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. દરમિયાન રાજકોટમાં આજે ડાયાલિસિસના દર્દીઓના સગાઓ સિવીલ હોસ્પિટલ ખાતે આ બાબતનો વિરોધ કર્યો હતો.
સરકાર અને ઙખઉંઅઢ યોજનાના અધિકારીઓ દ્વારા તાજેતરમાં લેવાયેલ ડાયાલિસિસના ભાવ ઘટાડા સામે નેફ્રોલોજીસ્ટ ડોકટરો, ટ્રસ્ટ, કોર્પોરેટ અને પ્રાઇવેટ હોસ્પિટલો અને ક્લિનિકો દ્વારા જાહેર કરેલા આંદોલનમાં તા. 14 થી 16 ઓગષ્ટ મુખ્યમંત્રી અમૃતમ (માં) હેઠળ ડાયાલિસિસ સેવા બંધ રાખી સરકારશ્રીના નિર્ણયનો વિરોધ જાહેર કરવામાં આવેલ. જે સંદર્ભે સરકારશ્રીના પ્રતિનિધિઓ અને ઙખઉંઅઢ યોજનાના અધિકારીઓ દ્વારા ડોકટરો અને હોસ્પિટલના પ્રતિનિધિઓને મંત્રણા માટે બોલાવવામાં આવેલ, પરંતુ મંત્રણાના અંતે ઠાલા આશ્વાસનો સિવાય કોઇ નકકર પગલાઓની બાંહેધરી ન મળતા, દુ:ખ સાથે નેફ્રોલોજીસ્ટ એસોસીએશનને હડતાલ દ્વારા જાહેર કરાયેલ આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી છે.
આ અંગે વધુ નેફ્રોલોજીસ્ટ એસોસીએશનના હોદેદારો જણાવે છે કે, ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશન દ્વારા તારીખ 14 થી 16 ઓગસ્ટના ત્રણ દિવસ ઙખઉંઅઢ ડાયાલિસિસ ન કરવાના નિર્ણયના પગલે સરકારે તેઓના પ્રશ્નોનો ઉકેલ લાવવાને બદલે એસોસિએશનના હોદ્દેદારો અને હોસ્પિટલને વિવિધ પ્રકારે મૌખીક ધમકીઓ આપવાનું શરૂ કર્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. આમ જોઈએ તો સરકાર તથા ઙખઉંઅઢના અધિકારીઓ દર્દીઓની ચિંતા કર્યા વગર અવિચારી નિર્ણયો લઈ રહ્યા છે. જો ઙખઉંઅઢ અધિકારીઓ અને સરકારને દર્દીઓ પ્રત્યે લાગણી અને ચિંતા હોત તો હોસ્પિટલોના જોડાણ રદ કરવા જેવી બાબત વિચારવાને બદલે પ્રશ્નનો હકારાત્મક ઉકેલ લાવવા વિચારણા કરવી જોઇતી હતી. કોર્પોરેટ, પ્રાઇવેટ અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં અપાતી સારવારથી ડાયાલિસિસ સહિત બીજા ઘણા રોગના દર્દીઓની જિંદગી ઙખઉંઅઢ યોજના હેઠળ બચી રહી છે, તેની સરાહના કરી તેમની મુશ્કેલીઓનો અંત લાવવા તરફ વિચારણા કરવાની જરુર છે.