નવા બંદર પોલીસ દ્વારા 1.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
- Advertisement -
ગીર-સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા આગામી હોળી, ધુળેટી અને લોકસભા ચૂંટણી અન્વયે જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા કડક સુચના અપાતા ઊના તાલુકાના નવાબંદર મરીન પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં દરીયાઇ ખાડી માર્ગે હોડીમાંથી વિદેશી દારૂ કુલ રૂા.1.11 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.જે.બાંટવા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસજવાનો દ્વારા રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન દીવ કેન્દ્ર શાસીત પ્રદેશમાંથી દરિયાઇ વિસ્તાર મારફત દીવથી દારૂનો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે પોલીસે હોળીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નં.444 તેમજ બીયરના ટીન નં.27 અને હોળી તેમજ બાઇક સહિત કુલ રૂા.1,11,000ના મુદ્દામાલ સાથે સુનિલ કાળા ચુડાસમા રહે.ચિખલી વાળાને ઝડપી પાડ્યો હતો. જયારે આ રેઇડ દરમિયાન હીરા પાચા ચુડાસમા અને વીપુલ ઉર્ફે સુગ્રી વજુભાઇ ભાલીયા નાસી છુટયા હતા. પોલીસે 3 શખ્સો વિરૂઘ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.