ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા નગરપાલિકામાં ભાજપ પાસે 35 સભ્યો સાથે સ્પષ્ટ બહુમતી શાસન છે જેના હાલમાં જ વોર્ડ નંબર 1ના સુધરાઇ સભ્ય જીલાભાઇ મેવાડાના અવસાન બાદ અહી ખાલી પડેલી એક બેઠક પર પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે. ત્યારે વોર્ડ નંબર 1ની આ એક બેઠક પર કોંગ્રેસ દ્વારા પોતાના ઉમેદવાર સૌ પ્રથમ નક્કી કરી દેવાયા છે અને ઉમેદવારે તો પોતાની ઉમેદવારી પત્ર પણ ભરી દીધું છે. વોર્ડ નંબર 1માં કોંગ્રેસે પૂર્વ સુધરાઇ સભ્ય સોનલબેન પટેલના પતિ અલ્પેશભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે જેઓ દ્વારા આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે કાર્યકરો સાથે નીકળ્યા હતા. શહેરના જડેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભરવા માટે કોંગ્રેસી કાર્યકરો સાથે સેવા સદન સુધી બાઈક લઈને ગયા હતા અને બાદમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું આ તકે ઉમેદવાર અલ્પેશભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું કે “ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા સૌથી ઝડપી વિકસતા વિસ્તાર વોર્ડ નંબર 1ના મુખ્ય ગણાતા ભવાની પરા વિસ્તારમાં આઝાદીના 76 વર્ષ બાદ પણ રોડ રસ્તાની સુવિધા આપી શક્યું નથી અહી પાચ વર્ષ પૂર્વે પાણીની સુવિધા પણ ન હતી પરંતુ જ્યારે તેઓના પત્ની સુધરાઇ સભ્ય તરીકે વિજય થયા ત્યારે સૌ પ્રથમ કામ ભવાની પરા વિસ્તારમાં બોર થકી 300થી વધુ પરિવારોને પીવાના પાણીની સુવિધા કરવી આપી હતી.
ધ્રાંગધ્રા વોર્ડ નં. 1ની પેટા ચૂંટણીના કૉંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું
