સ્વચ્છ છબી અને મોટું સામાજિક-શૈક્ષણિક નામ ધરાવતા ધારાસભ્યએ ફોન પર સ્પષ્ટતા કરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.17
ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં ફેરફારોની ચર્ચાઓનો અંત આવ્યો છે, સાથે જ ધ્રાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી અટકળો પણ પૂર્ણ થઈ છે. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જેઓ સ્વચ્છ છબી ધરાવવા સાથે શૈક્ષણિક, આર્થિક અને સામાજિક સ્તરે મોટું નામ ધરાવે છે, તેમની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમને મંત્રીમંડળમાં સ્થાન માટે કોઈ ફોન આવ્યો નથી અને તેમનું મંત્રીમંડળમાં સ્થાન પણ નહીં હોય. તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળવાની શક્યતા હોવાથી ચોતરફ ચર્ચાઓ ચાલતી હતી, પરંતુ મંત્રીમંડળના ફેરફારની જાહેરાત થતાં જ ધારાસભ્યના આ નિવેદનથી ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના આ અગ્રણી નેતાને મંત્રીમંડળમાં સ્થાન મળવાની અટકળોનો અંત આવ્યો છે.