ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હોય તેવા સમયે શહેરના નરસિપરા વિસ્તારમાં વિદેશી દારૂનું ખાનગીમાં વેચાણ થતું હોવાની બાતમીને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વય.પઠાણ, પ્રતાપસિંહ રાઠોડ, પેરોલ ટીમના દશરથભાઈ રબારી, યુવરાજસિંહ સોલંકી સહજતનાઓ દ્વારા બાતમી વાળા સ્થળે જઈ દરોડો કરતા પોલીસને જોઈ એક ઇશમ નાશી ગયો હતો જ્યારે સ્થળ પર પડેલી જીજે 01 એચ ડબલ્યુ 5117 નંબર વાળી એક ક્રેટા કારમાં તપાસ કરતા વિદેશી દારૂની જુદા જુદા બ્રાન્ડના 1008 નંગ બોટલ (કિંમત 3,12,960), બિયર ટીન 240 નંગ (કિંમત 52,800) તથા એક કાર (કિંમત 5,00,000) એમ કુલ 8,65,720 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ નીતિનભાઇ મથુરભાઈ પરમાર (દલવાડી) રહે: નરસિપરા વાળા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા LCB ટીમે કારમાંથી રૂપિયા 3 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
