ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા ફુલેશ્વર મંદિર નજીક આવેલી નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની બીજા માળની છત શનિવારે ચાલુ વરસાદે કાર પર પડતા નુકસાન થયું હતું. આજુબાજુ વિસ્તારના લોકો દોડી આવ્યા હતા. અને જોતાજોતામાં મકાનની છત ધરાશાયી થઈ હતી. જેમાં મોટી જાનહાનિ થતા ટળી હતી. ત્યારબાદ સલામતીને ધ્યાનમાં લઈને કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની છત લાંબા સમયથી જર્જરિત બની ગઇ છે. સામાજિક કાર્યકરો અને વિસ્તારના લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. જેમાં જર્જરિત છત હોવાના કારણે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં શનિવારે બોપરના સમય વરસાદ વરસતો હતો.
ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીની બીજા માળની છત કાર પર પડી હતી. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આવા જૂના મકાનોને નોટિસ આપી અને જર્જરિત હાલત હોય તેવા મકાનોની છત, દીવાલ ઉતારી લેવી જોઈએ. જેમાં વરસાદી માહોલમાં જૂના મકાન ધરાશાયી થવાની ભીતિ રહેતી હોય છે.
- Advertisement -
ત્યારે નાયબ કાર્યપાલક ઈજનેર કચેરી દ્વારા તાત્કાલિક અસરથી સલામતીને ધ્યાનમાં લઇને કચેરીનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.



