મુખ્ય સૂત્રધાર સહિત છ શખ્સો ફરાર થતા કુલ દસ વિરોધ ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
ધ્રાંગધ્રા હાઇવે પર બુધવારે મોડી રાત્રીના સમયે ટ્રક માંથી કેમિકલ ઉતારવાના આખાય કૌભાંડનો ગાંધીનગર એસ.એમ.સી ટીમે પર્દાફાસ કર્યો હતો જેમાં કેમિકલ, ટેન્કર સહિત કુલ 83.89 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો આ દરોડામાં ચાર જેટલા ઇસમોને એસ.એમ.સી દ્વારા સ્થળ પરથી ઝડપી લીધા હતા જ્યારે છ ઇશમ નાશી છૂટયા હોવાનું સામે આવ્યું હતું આ આખાય કૌભાંડમાં ધ્રાંગધ્રા શહેર ભાજપ પૂર્વ પ્રમુખનો પુત્ર પણ હોવાનું સામે આવ્યું હતું જોકે એસ.એમ.સી ટીમે ભાજપ નેતાના પુત્રને ભાગેડુ જાહેર કર્યા હતા.
- Advertisement -
પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા – માલવણ હાઇવે પર આવેલ બ્લ્યુ સ્ટાર હોટેલની પાછળના ભાગે ટ્રક માંથી કેમિકલ કાઢવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીને લીધે ગાંધીનગર એસ.એમ.સી દ્વારા બુધવારે મોડી રાત્રે દરોડો કરાયો હતો જેમાં ટેન્કરોમાંથી કેમિકલ કાઢતા ચાર શખ્સો રંગે હાથે ઝડપાઈ ગયા હતા આ સાથે એસ.એમ.સી ટીમ દ્વારા ટેન્કર, એક છોટા હાથી, કેમિકલ ભરેલા બેરલ સહિત કુલ 83.89 લાખનો મુદામાલ જપ્ત કરાયો હતો જ્યારે ઝડપાયેલ ચારેય ઇસમોની પૂછપરછમાં ધ્રાંગધ્રા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટસિંહ જાડેજાના પુત્ર યુવરાજ જાડેજા આખાય કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ભાજપ નેતાના પુત્ર સહિત છ ઈસમો સ્થળ પર મળી આવેલ નહિ હોવાથી ઝડપાયેલ ઈસમો સહિત કુલ દશ વિરુદ્ધ ધ્રાંગધ્રા પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
SMCના દરોડામાં ઝડપાયેલાં શખ્સો
(1) રમેશ ભુરાજીભાઈ મીણા
(2) રાકેશ હીરાભાઈ મીણા
(3) રમેશ મોહનભાઈ મીણા (ત્રણેય મૂળ રહે: રાજસ્થાન, હાલ: ધ્રાંગધ્રા)
(4) સાવન ધનજીભાઈ રાજગોર રહે: આદિપુર, કચ્છ.
- Advertisement -
નાસી ગયેલાં શખ્સો
(1) યુવરાજ કિરીટસિંહ જાડેજા (પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો પુત્ર)
(2) શૈલેષ પટેલ
(3) રાહુલભાઇ
(4) જીવાભાઈ
(5) ચીકાભાઈ
(6) આઇશર ટ્રકનો ચાલક