ધોની અને સાક્ષીની એનીવર્સરી 4 જુલાઈના રોજ હતી. બંનેના લગ્નને 12 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. એવામાં ધોની અને સાક્ષી બંને ફરવા માટે ઇંગ્લેન્ડ પંહોચ્યા હતા.
જેમની કેપ્ટનશીપ નીચે ભારતને બે વર્લ્ડકપ મળ્યા એવા ધુંઆધાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો આજે એટલે કે 7 જુલાઈના જન્મદિવસ છે. મહેન્દ્ર સિંહ ધોનીને કોણ નથી ઓળખતું? ભારતના દરેક શહેર-ગામની ગલીમાં ધોનીના ઘણા ફેંસ છે. ભલે હાલ તેઓ ક્રિકેટ નથી રમી રહ્યા પણ હજુ એમના જુના મેચ પણ ઘણા લોકો જોતા રહે છે. એવામાં આજે એમના જન્મદિવસ પર તેમના ફેન્સ દ્વારા ઘણી શુભકામનાઓ મળી રહી છે. જો કે હાલ ધોની ઇંગ્લેન્ડમાં છે અને ત્યાં જ તેમને પોતાના 41મા જન્મદિવસની ઉજવણી કરી છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
જો કે ધોની અને સાક્ષીની એનીવર્સરી 4 જુલાઈના રોજ હતી. બંનેના લગ્નને 12 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. એવામાં ધોની અને સાક્ષી બંને ફરવા માટે ઇંગ્લેન્ડ પંહોચ્યા હતા. ત્યાં જ બંને એ તેમની મેરેજ એનીવર્સરી મનાવવી અને સાથે જ ગઈકાલે રાત્રે ધોનીના જન્મદિવસની પણ ઉજવણી કરી હતી. ધોનીના જન્મદિવસની ઉજવણીના વિડીઓ અને ફોટોસ સાક્ષીએ તેના સોશ્યલ મીડિયાના એકાઉન્ટમાંથી શેર કર્યા છે.
સાક્ષી તેના ઇન્સ્ટાગ્રામમાંથી જે તસવીરો અને વિડીયો શેર કર્યા છે તેમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટર રિષભ પંત પણ નજર આવી રહ્યા છે. પંત હાલ ટીમ ઈન્ડિયાના ઈંગ્લેન્ડ પ્રવાસ પર છે જય એક ટેસ્ટ મેચ રમાઈ ગયો છે અને હજુ ત્રણ ટી 20 અને ત્રણ વનડે મેચ સિરિજ બાકી છે.
View this post on Instagram
સાક્ષીએ જે વિડીયો શેર કર્યો ચએ તેમાં ધોનીએ ચમકીલું જેકેટ પહેર્યું છે અને તેના રૂમમાં ઘણી લાઇટિંગ છે અને કેક પણ પડી છે સાથે જ ધોની ઘણા ખુશ થઈને બંને હાથેથી કેક કાપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ધોનીએ 15 ઓગસ્ટ 2020ના દિવસે ઇન્ટરનેશનલ ક્રિકેટથી સન્યાસ લીધો હતો. જો કે હજુ ધોની આઈપીએલ રમી રહ્યા ચએ અને ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન પણ છે.