શ્વાસ ફૂલવાની કારણે ધર્મેન્દ્ર ICUમાં દાખલ કરવામાં આવ્યા
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચારથી ચિંતા ફેલાઈ હતી, પણ હવે તેમની તબિયત સારી છે અને ચિંતા કરવા જેવું કંઈ નથી. તેમને શુક્રવારે રાત્રે શ્વાસ લેવામાં તકલીફ થતાં મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ લઈ જવાયા હતા. માહિતી મુજબ, શ્વાસ ફૂલવાની ફરિયાદને કારણે ધર્મેન્દ્ર હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
હાલ ધર્મેન્દ્રની હાલત સ્થિર છે
ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર શુક્રવારે સાંજે ચર્ચામાં આવવા લાગ્યા હતા. ત્યારબાદ અભિનેતાની તબિયત અંગે હોસ્પિટલના સ્ટાફએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, ધર્મેન્દ્રની હાલત સ્થિર છે અને ચિંતા કરવા જેવું કંઈ નથી. તેમના પેરામીટર બરાબર છે-જેમાં હૃદયના ધબકારા 70 અને બ્લડ પ્રેશર 140 થી 80 છે.’
આ દિગ્ગજ અભિનેતા 8 ડિસેમ્બર, 2025ના રોજ 90 વર્ષના થવાના છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઇક્કિસ’માં જોવા મળશે. અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા, ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત અભિનીત આ આગામી ફિલ્મ યુદ્ધ ડ્રામા પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા ધર્મેન્દ્ર ફરી એકવાર મોટા પડદા પર જોવા મળશે.




