સમગ્ર ગુજરાતમાં બાપુના બહોળા ભકત સમુદાયમાં દુ:ખની લાગણી
વિશ્વ હિન્દુ પરિષદ કેન્દ્રીય માર્ગદર્શક મંડળનાં સદસ્ય – વિશ્વ હિન્દુ પરિષદ – જન્માષ્ટમી મહોત્સવ સમિતિ પૂર્વ ધર્માધ્યક્ષ – કાયમી માર્ગદર્શક – શ્રી ખોડીયાર ધામ આશ્રમ – મારૂતી ગેોશાળાનાં પ્રણેતા – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – વિશ્વ હિન્દુ પરિષદ – હિન્દુ જાગરણ મંચ – હિન્દુવાહીની – કરણીસેનાના કાયમી તન-મન-ધન નાં સહયોગી એવા પરમપૂજય મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પુજય મહંત શ્રી જયરામદાસબાપુના અવસાનથી ખૂબ મોટી ખોટ પડેલ છે. આશ્રમને જ કાયમી હિન્દુ સંગઠન કાર્યાલય બનાવેલ. પૂજય બાપુ દવારા છેલ્લા ર૧ વર્ષથી અનેક સેવા કાર્યો આશ્રમ દવારા ચલાવવામાં આવતા જેવા કે ગેોશાળા, નવરાત્રી દરમ્યાન આશાપુરામાં કચ્છ જતા પદયાત્રીઓ માટે મહાભોજન તથા મેડીકલ સેવા રહેવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવતી , વનવાસી બાળકો જે કોલેજમાં અભ્યાસ કરે છે તેમના માટે રહેવાની જમવાની (છાત્રાલય) અન્નક્ષેત્ર, પુજય સંતો, મહંતોના ઉતારાની વ્યવસ્થા, ગરીબ બાળકો માટે શિક્ષણ ફી ભરવાની વ્યવસ્થા વગેરે સૂપરે પાર પાડવામાં આવતી. પુજય બાપુ સમગ્ર રાજકોટ – કાગદડી – ખોડીયાર આશ્રમનું નામ મહાકુંભમેળામાં કાયમી રાજકોટ ના નામનો અખાડાનો પંડાલ ત્યાં રહેવાની જમવાની ભજનની વ્યવસ્થા પુજય બાપુ દવારા કરવામાં આવતી અને તેનો લાભ લાખો હરીભકતો લેતા.
વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ જાગરણ મંચ દવારા કોઈપણ આંદોલનનાં કાર્યક્રમો યાત્રાઓ જેવી કે રામનવમી-હનુમાન જયંતિ, જગન્નાથયાત્રા, શરૂ કરાવવામાં પણ પ્રણેતા રહેલ. આંદોલન કાર્યક્રમો સામાજીક કાર્યક્રમોમાં કાયમી તન,મન,ધનથી સહયોગી રહેલ.
પુજય બાપુના અવસાન થી તા. ૧/૬/ર૧ – સવારથી સમગ્ર ગુજરાતમાં ભકતજનો-દર્શન માટે ખોડીયાર ધામ આશ્રમ ખાતે આવવાનું શરૂ થયેલ હતું. પુજય બાપુના દેહને અગ્નીસંસ્કાર માટે તેમનાં ગુરૂજી રાજસ્થાન-ખેડાપતિ થી ૧૧૦૦ કી.મી. બાયરોડ શિષ્યો સાથે ગઈકાલે મોડી રાત્રે ૧૧ વાગ્યે આશ્રમ પહોંચેલ. રાત્રીના જ બધી સવારની વ્યવસ્થા કરેલ. આજે સવારનાં હિન્દુ શાસ્ત્રોકત, સંત પરંપરા મુજબ, પુજય બાપુના દેહની પાલખી યાત્રા, પુજા યજ્ઞ, બાદ સુખડનાં લાકડા, ગાયના ગોબરનાં છાણા, પુજય સંતો મહંત, સામાજીક, ધાર્મિક, રાજકીય આગેવાનો ની હાજરીમાં મંત્રોચ્ચાર, શાસ્ત્રોકત, વિધિથી અગ્નીસંસ્કાર આપવામાં આવેલ. સમગ્ર વ્યવસ્થામાં આશ્રમનાં ઉપપ્રમુખ જીતુભા જાડેજા, ટ્રસ્ટી રક્ષિતભાઈ કલોલા, રામજીભાઈ, પરેશભાઈ તથા ટ્રસ્ટી ગણ સાથે હિન્દુ જાગરણ મંચના ગુજરાત પ્રભારી રાજેશભાઈ પિલ્લાઈ,રાજકોટ અધ્યક્ષ મંગેશભાઈ દેસાઈ, મંત્રી વિક્રમસિંહ પરમાર , કોંગ્રેસનાં અગ્રણી મહેશભાઈ રાજપૂત, બહાદુરભાઈ સિંધવ, કરણીસેનાનાં માનનીય ચંદુભા પરમાર, મનિષભાઈ વાળા તથા સમગ્ર કરણીસેનાની ટીમ, વિશાળ સમુદાય ડો. નિમાવત સાહેબ, વિશ્વ હિન્દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, વિવિધ સામાજીક ક્ષેત્રોનાં અગ્રણીઓ,હિન્દુ અગ્રણી ચમનભાઈ સિંધવ તથા રાજકોટ મંડલ મંદિરોનાં પુજય સંતો મહંતો દવારા બાપુના અગ્નીસંસ્કાર – શાસ્ત્રોકત વિધિમાં હાજર રહી વ્યવસ્થા સંભાળેલ સાથે હદયની શ્રધ્ધાંજલી અર્પિત કરેલ. સાથોસાથ બાપા સીતારામ ગેો સેવા મંડળનાં શ્રી સમીરભાઈ કામદાર, હીરેનભાઈ કામદાર, રાજેશભાઈ બોધરા, જયસુખભાઈ હરસોરા દવારા મારૂતી ખોડીયાર ગેોશાળામાં ગેોમાતાઓને ૧૩ર મણ ઘાસચારો અર્પણ કરી શ્રધ્ધાસુમન અર્પણ કરેલ