કલેકટરની જંગમ મિલ્કત જપ્તી ફરી ટળી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના મેઘાણીનગરના હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનધારકોએ વર્ષો પહેાલ તેમના નાણાં ભરી દીધા હોવા છતાં મિલ્કત નામે કરવામાં આવતી નથી. આ અંગે કોર્ટ મેટર થતા કોર્ટે પણ વર્ષ 2019માં આદેશ કર્યો છતા પણ આજ દિન સુધી મિલ્કત નામે થઇ નથી. આ અંગે ત્રીજીવાર જૂનાગઢની કોર્ટ કલકેટરની જંગમ મિલકત જપ્ત કરવાનું વોરંટ કાઢયુ હતુ. તેની અમલવારી કરાવવા માટે બેલીફ અને સોસાયટીના રહીશો આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
જૂનાગઢ મેઘાણીનગર વિસ્તારના હાઉસિંગ બોર્ડના રહીશો સવારથી બપોર સુધી પોતાની મિલ્કતના માલીકી હકક માટે કલેકટર કચેરીમાં ધામા નાખી બેસી ગયા હતા અને ફરી એકવાર જૂનાગઢ જિલ્લા કલેકટરની જંગમ મિલ્કતની જપ્તી ફરી ટળી હતી. ત્યારે કલેકટર કચેરીમાં દોડધામ મચી જવા પામી હતી.