PSI મશરૂની 11 માસના ટૂંકાગાળામાં 3 વખત ઉત્કૃષ્ટ કામગીરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને પ્રજાની સુરક્ષા માટે કામ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા જિલ્લાને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવામાં આવે છે. દરેક જિલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવીને Reward Recognition Program હેઠળ વિજેતાઓના નામ નક્કી કરીને એવોર્ડ એનાયત કરવામાં આવે છે.આ દરખાસ્ત અન્વયે મુલ્યાંક કમિટિએ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપ્યો હતો.
- Advertisement -
જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી જિલ્લામાં બનતા કોઇપણ ગુનાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કિંમતી સામાન ગુમ થયો હોય,”પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કર્યું હતું.ગુજરાત પોલીસના અન્ય જવાનો માટે પ્રેરણાદાયી બનતાં નેત્રમ શાખાના પીએસઆઈ પી.એચ.મશરૂને ગાંધીનગર ખાતે ડીજીપી આશિષ ભાટિયા દ્વારા એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએસઆઈ મશરૂને ઓગષ્ટ અને જાન્યુઆરી માસમાં પણ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ પણ મુલ્યાંકન કામગીરી બદલ ઓવર્ડ એનાયત કરવામાં આવ્યા છે.