ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન મંજુર કર્યા, 6 મહિના સુધી રાજકોટથી હદપાર કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત હાઈકોર્ટે લોકસાહિત્યકાર દેવાયત ખવડના શરતી જામીન મંજૂર કર્યા છે. ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. દેવાયત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.
- Advertisement -
આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે. આપને જણાવી દઈએ કે, સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટમાં 5 વખત ખવડની જામીન અરજીઓ રદ થઈ ચૂકી છે. જ્યારે હવે હાઇકોર્ટે હવે ખવડને શરતી જામીન આપ્યા છે. ગત 15 ફેબ્રુઆરીએ દેવાયત ખવડે સતત પાંચમી વાર કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરી હતી, જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી. દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન્સ કોર્ટમાં વચગાળાની જામીન અરજી કરાઇ હતી, જે વચગાળાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
શિવરાત્રી અને લગ્નને લઇને સ્ટેજ પ્રોગ્રામ માટે ખવડે 25 દિવસ માટે જામીનની માંગણી કરતી અરજી કરી હતી. જોકે, આ અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. જામીન માટે વલખા મારતા દેવાયત ખવડે 25 દિવસ પછી ચોથી વાર જામીન માગ્યા હતાં, તેણે ગત 10 ફેબ્રુઆરીએ ચોથી વાર જામીન અરજી કરી હતી પરંતુ દેવાયત માટે અફસોસ કે, જે વચગાળાની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી.