સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રૂ. 2.50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો: વીરબાઈ મહિલા કોલેજમાં દેવયાનીબા SY B.A.નો અભ્યાસ કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની એથ્લીટ જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ક્વોલિફાય થયા હોવા છતાં ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટીની બેદરકારીના કારણે તે 400 મીટરની દોડમાં ભાગ લઈ શકી નહોતી, પરંતુ આ દીકરી દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝ ટૂર્નામેન્ટમાં 400 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આ તેજસ્વી એથ્લેટે 53.87 સેક્ધડમાં દોડ પૂરી કરીને પોતાની અદભુત ક્ષમતા સાબિત કરી બતાવી છે.
યુનિવર્સિટી સંલગ્ન વીરબાઈ મહિલા કોલેજમાં જઢ ઇ.અમાં અભ્યાસ કરતી એથ્લેટ દેવયાનીબા ઝાલાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટુર બ્રોન્ઝ ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી આ દીકરીએ પોતાની કાબેલિયત સાબિત કરી આપી છે. વર્લ્ડ યુનિવર્સિટી માટે ટ્રાયલ યોજાઈ હતી, જેમાં પણ દેવયાનીબા ઝાલા કવોલિફાય થયા હતા.
- Advertisement -
બાદમાં આ ખેલાડી જર્મનીમાં વર્લ્ડ યુનિવર્સિટી ગેમ રમવા માટે પહોચ્યા હતા. જેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રૂ. 2.50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે કીટ યુનિવર્સિટી દ્વારા આ ખેલાડીની વર્લ્ડ યુનિવર્સિટી ગેમ માટે એન્ટ્રી જ કરવામાં ન આવી જેને કારણે આ ખેલાડીનું વર્લ્ડ યુનિવર્સિટીમાં મેડલ મેળવવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.
આમ છતાં પણ આ દીકરીએ હિંમત ન હારી અને 4ડ્ઢ400 મીટર રીલે મિક્સ ડબલ્સમાં ઈન્ડિયાની ટીમને ટોપ 8મા ચોથા ક્રમે પહોંચાડી જ્યારે વિમેન ઇવેન્ટમાં દેવયાનીબા સહિત 4 દીકરીની ઇન્ડિયા ટીમ ફાઇનલમાં 5મા ક્રમે રહેતા ભારતનું ગૌરવ વધાર્યું હતું અને હવે વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝ ટૂર્નામેન્ટમાં 400 મીટરની ઇવેન્ટમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં બીજા ક્રમે રહી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળતા પ્રાપ્ત કરી છે.