ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે ગિરનારની પરિક્રમા કરવા પધારેલા હજારો ભાવિકો દાતાર બાપુના દર્શને પણ પધાર્યા હતા અને ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા પરિક્રમાથી ઓ માટે ભોજન પ્રસાદ અને નાસ્તાની સુંદર મજાની અવિરત સેવા 24 કલાક અન્નક્ષેત્ર ખુલ્લું મૂકી દેવામાં આવ્યું હતું. સીડી ચડતા અને રસ્તામાં પણ ચા, પાણી, નાસ્તાની સુંદર મજાની વ્યવસ્થા દાતારના સેવકો સંભાળી રહ્યા છે આમ છેલ્લા બે દિવસમાં 50,000થી વધુ યાત્રિકોએ દાતાર બાપુના દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો ગિરનાર પરિક્રમા પૂર્ણ કરી ભાવિકોએ 3000 પગથિયાં ચડી દાતાર બાપુની જગ્યા ખાતે દાતાર બાપુના દર્શન સાથે મહાપ્રસાદ રસ્તામાં પણ ચા પાણી નાસ્તાની અવિરત પણે સેવા અપાય હતી અને નીચે યાત્રિકો પોતાનો સામાન રાખી શકે તે માટે પણ એક સુંદર મજાની વ્યવસ્થા ઉભી કરાઈ હતી.
ગિરનાર પરિક્રમામાં પધારેલા ભાવિકો ઉપલા દાતાર બાપુના દર્શને પધાર્યા
