શિવલિંગ પર દૂધ, બીલીપત્ર, જળ અને પંચામૃત સહિતનો શૃંગાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
શ્રાવણ માસ હિન્દુ સમાજના દરેક લોકો માટે ધર્મ કર્યનોહીનો ગણવાના આવે છે. હિન્દુ ગ્રંથમાં ઉલ્લેખ થયેલ તમામ દેવી અને દેવતાઓના વર્ષમાં અનેક જુદા જુદા પર્વ હોય છે પરંતુ મહાદેવ માટે આખોય એક મહિનો પૂજા અર્ચના કરવા માટેનો હોય છે. મહાદેવને દેવાધી દેવ તરીકે પૂજવામાં આવે છે ત્યારે શ્રાવણ માસમાં મહાદેવની પૂજાનું અલગ મહત્વ રહેલું છે ત્યારે વારાહી બાદ સોમવારના દુવસે શ્રાવણ મહિનો શરૂ થવાની યોગ આવ્યો હતો જેથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શ્રાવણ માસ શરૂ થતાં જ રાજ્યભરના શિવાલયોમાં ભક્તો પૂજા અર્ચના કરવા માટે લાંબી કતારોમાં જીવ મળે છે ત્યારે આદિકાળથી ઝાલાવાડ પંથકના અનેક શિવાલયો આજે પણ ખૂબ જ ખ્યાતનામ અને પૌરાણિક જોવા મળી રહ્યા છે. ઝાલાવાડ પંથકમાં પણ જુદા જુદા વિસ્તારોમાં આવેલા અતિ પૌરાણિક શિવાલયો જેમ કે ત્રીનેશ્વર મહાદેવ, ઝરિયા મહાદેવ, ખરેશ્વર મહાદેવ, મુનિનું દેવળ, જડેશ્વર મહાદેવ, શરણેશ્વર મહાદેવ સહિતના શિવાલયોમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. દરેક ભક્તો દ્વારા શિવાલયોમાં શિવલિંગ પર દૂધ, જળ, બીલીપત્ર સહિત પંચામૃતનો રુદ્રા અભિષેક કરી શિવને પ્રસન્ન કરવા અને દેવાધી દેવ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે પૂજા કરી હતી. ઝાલાવાડના શિવ ભક્તો દ્વારા શ્રાવણ મહિનાના એક માસ સુધી આ પ્રકારે મહાદેવની પૂજા કરી વર્ષ દરમિયાન દરેક પરિવારમાં સુખ અને શાંતિની બની રહે તે માટેની પ્રાર્થના કરી રહ્યા છે.
- Advertisement -
ઝાલાવાડ પંથકમાં હજજારો વર્ષો પુરાણા શિવાલયોમાં ત્રિનેશ્વર મહાદેવ(તરણેતર), મુનિનું દેવળ, આનંદેશ્વર મહાદેવ, ઝરીયા મહાદેવ મંદિરના પૌરાણિક ગ્રંથમાં પણ ઉલ્લેખ છે.