અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસ પુલ પરથી નીચે ઊથલી જતાં 10 લોકોનું મોત અને 55 ગંભીર રીતે ઘાયલ થયાં છે.
જમ્મૂમાં કટારાથી આશરે 15 કિમી દૂર ઈઝ્ઝર કોટલીની પાસે મંગળવારે સવારે એક બસ પુલથી નીચે પડી ગઈ જેમાં 10 લોકોનું મોત અને 55 લોકો ઘાયલ થયાં છે. ઘટનાસ્થળ પર તાત્કાલિક ધોરણે CRPF અને SDRFનાં લોકોએ રેસ્ક્યૂ કર્યું. આ બસમાં 75 યાત્રીઓ સવાર હતાં અને બધાં બિહારનાં રહેનારાઓ હતાં.જમ્મૂનાં ડેપ્યૂટી કમિશ્નક અવની લવાસાએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીરરીતે ઘાયલ થયાં છે જ્યારે અન્ય લોકોને થોડી ઈજા થઈ છે. ઘાયલ લોકોને જમ્મૂની GMCમાં ભરતી કરવામાં આવ્યાં છે. અન્ય ઘાયલોને સ્થાનીક સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યાં છે.
- Advertisement -
J&K | 10 people died after a bus going from Amritsar to Katra fell into a deep gorge. The injured have been shifted to hospital: Jammu DC
— ANI (@ANI) May 30, 2023
- Advertisement -
બ્રેક ફેઈલ થવાને કારણે બની દુર્ઘટના
મીડિયા રિપોર્ટસ્ અનુસાર દુર્ઘટનાનું કારણ બસનાં બ્રેક ફેઈલ થયા હોવાનું જણાઈ રહ્યું છે. બ્રેક ફેઈલ થયા બાદ બસે પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને ઝઝર કોટલી પુલથી નીચે ઊથલી ગઈ. CRPFનાં અસિસ્ટેંટ કમાંડેંટ અશોક ચૌધરીએ જણાવ્યું કે યાત્રી કટરા જતાં સમયે કદાચ રસ્તો ભૂલી ગયાં અને અહીં પહોંચી ગયાં હતાં અને ક્રેનની મદદથી બચાવકાર્ય શરૂ કરવામાં આવ્યું.
#WATCH | J&K | A bus from Amritsar to Katra fell into a gorge in Jammu. As per Jammu DC, 7 peopled died and 4 critically injured; 12 others also sustained injuries.
Visuals from the spot. pic.twitter.com/iSse58ovos
— ANI (@ANI) May 30, 2023
મૃત્યુ પામનારાં તમામ એક પરિવારનાં
જાણકારી અનુસાર મૃત્યુ પામનારા તમામ લોકો એક જ પરિવારનાં જ હતાં અને અમૃતસરમાં ફતેહગઢનાં રહેનારા હતાં. ઘરમાં દીકરાનાં મુંડન માટે તેઓ વૈષ્ણોદેવી દર્શન કરવા માટે રવાના થયાં હતાં. ઘટનાની જાણ મળતાં પરિવારજનો જમ્મૂ માટે રવાના થયાં.