જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ કિશોરસિંહ જાડેજા અને સરપંચ મંડળ દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ કિશોરસિંહ આર. જાડેજા, ખંભાળિયા તાલુકાના સરપંચ મંડળ અને વાડીનાર વિસ્તારના આંબલા, ભરાણા, વાડીનાર, 2 માંઢા, કજુડા, ટિંબડી ગામોના આગેવાનો દ્વારા કલેક્ટર વતી નાયબ નિયામક શ્રી દેસાઈ સાહેબને રજૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠા) ને કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોનો તૈયાર પાક ખેતરોમાં પડી જતાં ભારે નુકસાન થયું છે. કિશોરસિંહ જાડેજાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક યોગ્ય સર્વે કરાવીને વળતર વહેલી તકે મળી રહે તેવી કલેક્ટરશ્રીને ભલામણ સહ માગણી છે.
દેવભૂમિ દ્વારકા: કમોસમી વરસાદથી થયેલ પાકના નુકસાનનું વળતર તાત્કાલિક ચૂકવવા માંગ



 
                                 
                              
        

 
         
        