કલ્યાણધામ યુવક મંડળ તથા સમગ્ર રાવરાણી પરિવાર દ્વારા આયોજન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગોંડલ તાલુકાના દેવચડી ગામે રાવરાણી પરીવાર દ્વારા સુરાપુરા શ્રી કલ્યાણબાપાના તિથી મહોત્સવ નિમીતે તા.12 અને 13 ઓક્ટોબરના રોજ ભક્તિસભર કાર્યક્રમોનું ત્રિવિધ આયોજન કરવામાં આવ્યું છે. તા.12 ઓક્ટોબરને શનિવારે સાંજે મહાપ્રસાદ, રાત્રે ભવ્ય લોકડાયરો તેમજ તા.13ને રવિવારે સવારે 8:30 વાગ્યે નવચંડી યજ્ઞ, 9:30 કલાકે ધ્વજાના સામૈયા બાદ 10:30 કલાકે ધ્વજારોહણ કરવામાં આવશે. ત્યાર બાદ 11 વાગ્યે સત્કાર સમારોહ યોજાશે, બપોરે 11:30 કલાકે મહાપ્રસાદ સાથે કાર્યક્રમની પૂર્ણાહૂતી થશે. ભવ્ય લોકડાયરામાં લોકસાહિત્યકાર શિવરાજભાઇ વાળા તેમજ લોકગાયક ધવલભાઇ ઝાલા અને દિવ્યેશભાઇ જેઠવા સહિતના કલાકારો ભજન-સંગિત અને હાસ્યનો ત્રિવેણી સંગમ રચશે. કાર્યક્રમમાં સર્વે રાવરાણી પરીવારને કલ્યાણધામ યુવક મંડળના ચિરાગભાઇ ડી. રાવરાણી સહિત સમસ્ત રાવરાણી પરીવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લોકડાયરામાં કલાકારોની રમઝટ સાથે ગીર ધ્વની સાઉન્ડના સાગરભાઇ પરમારના મ્યુઝિકના સથવારે શ્રોતાઓને ડોલાવશે. ભવ્ય લોકડાયરાનું લાઇવ પ્રસારણ જૂનાગઢના આર્યન ફીલ્મસ દ્વારા કરવામાં આવશે.
- Advertisement -
બહારગામથી આવતા પરિવારજનો માટે રાત્રી રોકાણની વ્યવસ્થા પણ પટેલ સમાજમાં કરવામાં આવી છે. આ તકે માણકાધાર ગાંગેચાના આઇશ્રી સોનલઆઇ, સડકપીપળીયા મકનબાપા સેવાધામ અન્નક્ષેત્રના ગાદીપતિ શ્રી નરેન્દ્ર ભગત, શ્રી વિજયબાપુ ચોકી(સોરઠ), સબાસરના શ્રી મુકેશબાપુ(ભારતી બાપુ), ધાંગધ્રા સુદામાકુટીરના શ્રી શ્યામસુંદરદાસ બાપુ, દડવાના બટુકબાપુ, ચમારડીના શ્રી માંગલદાસ બાપુ અને દેવચડીના ખોડીયાર મંદિરના શ્રી ગોપાલદાસબાપુ તેમજ વડીયા, રાણસીકી, ભુખી, જમનાવડ અને ભાયાવદરના ભુવાશ્રી સહિતનાઓ ઉપસ્થિત રહી આશિવર્ચન પાઠવશે. આ તકે અનેક સેવાભાવીઓ, મહાનુભાવો તેમજ આગેવાનો ઉપસ્થિત રહેશે.
નવચંડી યજ્ઞ તેમજ ધ્વજારોહણ કાર્યક્રમના મુખ્ય યજમાન પદે કિશોભાઇ નાનજીભાઇ રાવરાણી, અશ્વિનભાઇ કિશોરભાઇ રાવરાણી, કાળુભાઇ રાવરાણી, યાજ્ઞિકભાઇ દિનેશભાઇ રાવરાણી, નિલેશભાઇ ચંદુભાઇ રાવરાણી, પુનિતભાઇ શાંતિભાઇ રાવરાણી, રમણિકભાઇ વિઠ્ઠલભાઇ રાવરાણી, હિતેષભાઇ જીવનભાઇ રાવરાણી તેમજ ચંદુભાઇ વિઠ્ઠલભાઇ રાવરાણી બીરાજમાન થશે. તેઓને શાસ્ત્રોક્ત વિધિથી સુલતાનપુરના શાસ્ત્રી ભાવેશભાઇ જોષી નવચંડી યજ્ઞ તેમજ ધ્વજારોહણની પૂજન વીધી કરાવશે. ધોરાજીના નિલેશભાઇ રાવરાણી અને પોરબંદરના મનોજભાઇ ચાવડા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જૂનાગઢના દિલસુખભાઇ મોહનભાઇ રાવરાણી અને પ્રમુખસ્થાને સંજયભાઇ રતિભાઇ રાવરાણી રહેશે. આ સમગ્ર કાર્યક્રમને ભવ્ય બનાવવા રાવરાણી પરીવાર તેમજ કલ્યાણધામ યુવક મંડળસમિતીના સભ્ય સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.