જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી માટે તા.7-5-2024ના રોજ મતદાન થનાર છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રો પર મતદાન જાગૃતિની ઝુંબેશ શરૂ કરાઈ છે. આ આંગણવાડી કેન્દ્રો પર આવતા સગર્ભા બહેનો, ધાત્રી માતા અને કિશોરીઓનો આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મતદાન વિશે વિસ્તૃત સમજ આપવાની સાથે તા.7મી મેએ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ સાથે અચૂક મતદાન કરવા માટે પણ સગર્ભા બહેનો, ધાત્રી માતા અને કિશોરીઓએ શપથ લીધા હતા.ઉપરાંત મહિલા મતદારોએ મતદાન જાગૃતિના સંદેશ આપતા જુદા જુદા પોસ્ટર બનાવી અચૂક મતદાન કરવા માટેનો સંદેશ આપ્યો હતો.
જૂનાગઢમાં સગર્ભા બહેનો, ધાત્રી માતા અને કિશોરીઓનો અચૂક મતદાન માટે નિર્ધાર
Follow US
Find US on Social Medias