ખેડૂત પાસેથી જમીન ખરીદી કરી ગૌચર જમીન પર પણ સોલાર પ્લાન્ટ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
રાજ્યમાં વીજળીના ઉત્પાદન માટે સરકાર દ્વારા ઠેર ઠેર સોલાર પ્લાન્ટ નાખવા માટેની તજવીજ હાથ ધરાઇ છે જેમાં કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા સોલાર પ્લાન્ટ નાખવા બદલ સરકાર પાસેથી મોટી તગડી સબસિડી પણ મળે છે. છતાંય સોલાર કંપની દ્વારા ગૌચર જમીન પર ડોલરનો પ્લાન્ટ કરી કૌભાંડ આચરતા હોય છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં સોલાર પ્લાન્ટ માટે એવી જમીનોની પસંદગી કરાઇ છે જે માલિકીની જમીનના બિલકુલ નજીક ગૌચર અથવા સરકારી જમીન હોય જેના કારણે સોલાર કામોની દ્વારા પહેલા તો ખેડૂતોની જમીન ખરીદી કરે છે અને બાદમાં સોલાર પ્લાન્ટ નાખવા સમયે પાસે આવેલી ગૌચર જમીન પર પણ ગેરકાયદેસર કબ્જો કરી તેમાં સોલાર પ્લાન્ટ નાખી દેવામાં આવે છે. ધ્રાંગધ્રા ખાતે આ પ્રકારે અનેક સોલાર કામોની દ્વારા ગૌચર જમીન પર કબજો કરી સોલાર પ્લાન્ટ નાખી દેવામાં આવ્યો છે આ તરફ ગ્રામજનો દ્વારા આ મામલે રજૂઆત કરે તો પણ સોલાર કંપની દ્વારા યેન કેન પ્રકારે ગ્રામજનોને ડરાવી ધમકાવી દેવાય છે ત્યારે ગામના તલાટી અને તાલુકા પંચાયત કચેરી સોલાર કંપની ગૌચર જમીનોમાં કબ્જો કરી સોલાર પ્લાન્ટ ઊભો કરવા છતાં ઘોર નિંદ્રામાં જ હોય તેવું નજરે પડે છે.