બોલો..! પશુઓના મૃતદેહોના સ્થળ બદલવા માટે તંત્રને જગ્યા મળતી નથી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
માણાવદર જુનાગઢ હાઇવે ઉપર દગડ ડેમ પશુઓના મૃતદેહ નિકાલ કરવાનું જગ્યા આવેલી છે ત્યારે આ જગ્યામાંથી દગડ ડેમ અને ભલેચડા ડેમો આવેલા ત્યારે આ ડેમો ઓવરફ્લો થતાં પાણી પશુઓના મૃતદેહના નિકાલના સ્થળેથી પસાર થાય છે આ પસાર થયેલું પાણી માણાવદરના રસાલા ડેમ થઈ બાંટવા ખારા ડેમ ખાતે સ્ટોરેજ થાય છે. તે પશુઓના મૃતદેહ ઉપરથી પસાર થયેલું પાણી ખૂબ જ ગંદુ અને તીવ્ર દુર્ગંધવાળું પાણી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તંત્ર નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે.
- Advertisement -
ત્યારે આ પસાર થતું દુર્ગંધ યુકત પાણી માણાવદર નહીં પરંતુ તાલુકાના લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થઈ રહ્યું છે પરંતુ તંત્રને સ્થળ બદલવામાં રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે.
જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ માણાવદર ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવતા લોકોએ આ સ્થળ માટે રજૂઆત કરી હતી ત્યારે પણ તંત્રના અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત તાજેતરમાં જુનાગઢ ખાતે મુલાકાતે આવેલા રાઘવજીભાઈ પટેલને ફરીવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ લોકોના સમસ્યાનું હલ કરવામાં તંત્રને કેમ રસ નથી તેવું ચર્ચા રહ્યું છે.
આ પશુઓના મૃતદેહોનાં નિકાલના સ્થળે ખાસ ખબરની રિપોર્ટિંગ માટે જતા આ મરેલા મૃતદેહોના માસ અને હાડકાઓ ખુલ્લેઆમ ડાઘીયા કુતરાઓ ખાઈ રહ્યા હતા. ત્યારે અહીં અંદર જવું મુશ્કેલ હોય ત્યારે ડ્રોન દ્વારા તસવીર લેવાની ફરજ પડી છે તસવીર તમે જોઈને પણ વિચલિત થઈ શકો છો ત્યારે તંત્રના ઉચ્ચ અધિકારીઓને એક વાર આ સ્થળની મુલાકાત લેવામાં આવે તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે અને લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે.