મિત્રતાના દાવા કરી રહલું શ્રીલંકા ચીનને ખુશ રાખવા મથી રહ્યું છે
ખાસ-ખબર સંવાદદાતા
ચીનનુ એક યુધ્ધ જહાજ શુક્રવારે કોલંબો પહોંચ્યુ છે અને તેનુ શ્રીલંકા દ્વારા સ્વાગત પણ કરાયુ છે. ભારત પહેલા જ હિન્દ મહાસાગરમાં ચીનના જહાજોને શ્રીલંકાના બંદરો પર મળી રહેલી એન્ટ્રીને લઈને ચિંતા વ્યક્ત કરી ચુકયુ છે. મળતી જાણકારી પ્રમાણે ચીનની નૌસેનાના 129 મીટર લાંબા આ જહાજ પર 129 જવાનો સવાર છે. આજે તે કોલંબોથી રવાના થઈ જશે. જોકે ધ્યાન ખેંચનારી વાત એ છે કે, ભારતે શ્રીલંકા સમક્ષ ચીનની નૌસેનાની અવર જવર અંગે વ્યક્ત કરેલી ચિંતા બાદ પણ શ્રીલંકાએ આ યુધ્ધ જહાજને કોલંબો બંદર પર રોકાણ કરાવ માટે પરવાનગી આપી હતી.
- Advertisement -
ગત વર્ષે પણ ચીનનુ એક જાસૂસી જહાજ હંબનટોટા બંદર પર ભારતની જાસૂસી કરવાના ઈરાદે પહોંચ્યુ હતુ અને ભારતે શ્રીલંકાની સરકાર સમક્ષ આ બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યુ હતુ કે, અમારી જાસસી માટે જ ચીન આ જહાજ મોકલી રહ્યુ છે.