રાજકોટમાં ચાલતાં ગોરખધંધાનું ‘ખાસ-ખબર’ દ્વારા સ્ટિંગ ઑપરેશન
ગોપાલનગર શાક માર્કેટની બાજુમાં આવેલી ઢેબર કોલોનીમાં સરાજાહેર ગેરકાયદે પ્રવૃત્તિઓનો ધમધમાટ
કૂખ્યાત મહિલા જીન્નતનાં પરિવારજનો દ્વારા ચાલતાં અડ્ડા: પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોવે છે
કૂખ્યાત મહિલા જીન્નતનાં પરિવારજનો દ્વારા ચાલતાં અડ્ડા: પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોવે છે

ખાસ-ખબર સંવાદદાતા
એક તરફ જ્યાં મુખ્યમંત્રી દારૂની બદી ખતમ કરવા તમામ નિષ્ઠાવંત પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે બીજી તરફ કેટલાંક ભ્રષ્ટ અફસરોની અસામાજિક તત્ત્વો સાથેની સાંઠગાંઠને કારણે દેશી દારૂ અને વર્લી-મટકાનાં જુગાર જેવાં દૂષણો ફુલીફાલી રહ્યાં છે. રાજકોટનાં ગોપાલનગર શાક માર્કેટ વિસ્તાર નજીક આવેલી ઢેબર કોલોનીમાં કૂખ્યાત મહિલા બુટલેગર જીન્નત અને તેનાં પરિવાર દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ અને વર્લી મટકાનો ધંધો ધમધમી રહ્યો છે. આશ્ર્ચર્ય એ વાતનું છે કે, અહીં રોજ દેશી દારૂ લેવા અને વર્લી મટકાનો જુગાર રમવા ટોળાં એકઠાં થતાં હોય છે- તેમ છતાં આ કુપ્રવૃત્તિ પોલીસની નજરે નથી ચડતી.
- Advertisement -

ચર્ચાતી વિગતો મુજબ જીન્નતના પરિવારનાં લગભગ દરેક પુખ્ત સભ્યો આ ધંધામાં નાની-મોટી ભૂમિકા ભજવે છે. સાંજનાં સમયે તો અહીં મેળાવડા જેવું વાતાવરણ સર્જાતું હોવા છતાં આ પરિવાર વિરૂદ્ધ કશાં જ પગલાં લેવાતાં નથી.
યુવાધનને બરબાદ કરે છે દારૂ-જુગાર તથા કેફી દ્રવ્યોનું બંધાણ
દરરોજનો ત્રણથી ચાર લાખ રૂપિયાનો ધંધો
જાણકારો કહે છે કે, ગોપાલનગર વિસ્તારમાં આવેલા આ દેશી દારૂ- વર્લી મટકાનાં અડ્ડાનો દરરોજનો ધંધો કમસેકમ ત્રણથી ચાર લાખ રૂપિયા છે. આમ તો આ ધંધો આખો દિવસ ચાલુ હોય છે પરંતુ સાંજથી રાતનાં સમયમાં તો દારૂ લેવા માટે લોકોની લાઈનો લાગે છે. અડ્ડો ચલાવતાં પરિવારનાં આલીશાન એરકન્ડિશન્ડ મકાન છે અને ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ ગાડી સહિત અનેક કારનો કાફલો છે.
- Advertisement -

કાલાવડ રોડ-રૂડા વિસ્તારમાં સરેઆમ ગાંજાનું વેંચાણ
કાલાવાડ રોડ પર આવેલા રૂડા વિસ્તારમાં સ્થિત આરએમસી કવાર્ટરમાં એક શખ્સ સાંજનાં સમયે ખુલ્લેઆમ ગાંજાની પડીકીનું વેંચાણ કરે છે. અહીં સાંજના સમયે ગાંજો લેવા રીતસર ધસારો થાય છે. શહેરમાં અનેક જગ્યાએ જઘૠ ગાંજાના દરોડા પાડી આરોપીને ઝડપી પાડે છે જ્યારે ખુલ્લેઆમ વેપાર કરતો આ શખ્સ જઘૠની નજરે નથી ચડતો ? કે પોલીસની સાંઠગાંઠથી જ આ વેપલો ચાલી રહ્યો છે ? તેવી લોકોમાં ચર્ચા છે.



