સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતને મળશે ઉંચી ઉડાન
સૌના સાથ સૌના વિકાસ માટેના પાટીદારોના આયોજનને શુભેચ્છા આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ, જીપીબીએસ એક્સ્પોને ભવ્ય આયોજન બદલ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આયોજીત ‘દેશ કા એકસ્પો જીપીબીએસ-2024’નો રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દબદબાભેર આરંભ કરવામાં આવ્યો હતો. આ તકે સૌરાષ્ટ્રના મંત્રીઓ, ધારાસભ્યો, અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સહિત જીપીબીએસના ટ્રસ્ટીઓ અને કાર્યકરો અને સૌરાષ્ટ્રના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા. સરદારધામ સંસ્થા દ્વારા દર બે વર્ષે એકસ્પોનું આયોજન કરવામાં આવે છે. જેના દ્વારા વિપુલ પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે અને વેપાર ઉદ્યોગને વેગ મળે છે.
દેશકા એકસ્પોમાં 41 દેશના પ્રતિનિધિઓએ હાજરી આપી છે. આ ઉપરાંત ભારતભરમાંથી અનેક ઉદ્યોગપતિઓ પોતાની હાજરી પૂરાવી છે. આ એક્સ્પોમાં અનેક દેશના મંત્રીઓ, રાજદૂત ડેલીગેશન સાથે આવ્યા છે, તેમજ દેશમાંથી અનેક ઉદ્યોગપતિઓ જોડાયા છે ત્યારે ‘સૌના સાથ અને સૌના વિકાસ’ મંત્ર સાથે આ સમિટ ભવ્ય સફળ બને અને ગુજરાતના વિકાસમાં મહત્વનું યોગદાન પુરુ પાડી વૈશ્ર્વિક પ્લેટફોર્મ પર ગુજરાત અગ્રીમ હરોળમાં ઉભરી આવે તેવી શુભકામના મુખ્યમંત્રી એ પાઠવી હતી. ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આઝાદીના અમૃત કાળમાં અનેક સંકલ્પો લઈ વર્ષ 2047 માં ભારત વિકસિત બને તે માટે મિશન મોડમાં કામ કરી રહ્યું છે, ત્યારે ગુજરાત પણ આ પ્રકારના કાર્યક્રમો થકી તેમાં સંપૂર્ણ સહભાગી બનશે.
સર્વ સમાજના ઉત્કર્ષ માટે કાર્યરત પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ એક્સ્પો અનેક યુવાઓને નવું પ્લેટફોર્મ અને રોજગારી પૂરી પાડશે તેવો મુખ્યમંત્રીએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરારીયાએ સૌ મહાનુભાવનું સ્વાગત કરતા આજના એક્સપો અંગે વિગતે તેમના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, આ એક્સ્પો સફળ બનાવવા માટે છેલ્લા 45 દિવસથી અનેક લોકોએ તેમનું યોગદાન આપ્યું છે. સમાજના વિઝનરી આગેવાનો, સ્પોન્સર્સ, એક્ઝિબ્યુટર્સ, દેશ-વિદેશના વ્યાપારીઓ ના સહયોગથી આ એક્સ્પો આજે આ ઊંચાઈએ પહોંચ્યો છે . આજનો આ દિવાસી આપણા સૌ માટે ઐતિહાસિક દિવસ છે, ખાસ કરીને યુવાનો અને યુવા શક્તિએ રાત દિવસ મહેનત કરી હોવાનું કહી તેઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.વિઝનરી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ હમેશા મોટુ વિચારવામાં અને વિશાળ કરવામાં માને છે, જેમાંથી પ્રેરણા લઈ અમે 2026 માં અમેરિકામાં સર્વ સમાજના 10 હજારથી વધુ વ્યવસાયકારો એક પ્લેટફોર્મ પર ભેગા થાય તે ઉદ્દેશ સાથે તમે ગ્લોબલ સમિટ કરવા જઈ રહ્યા છીએ તેમ ગગજીભાઈ જણાવ્યું હતું. આ ગ્લોબલ સમિટને સફળ બનાવવા પ્રમુખ સેવક ગગજી સુતરીયા, જી.પી.બી.એસ. પ્રમુખ હંસરાજભાઇ ગજેરાના માર્ગદર્શન હેઠળ સરદારધામના માનદ્દમંત્રી બી. કે. પટેલ, સરદારધામ સૌરાષ્ટ્ર ઝોન ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, જી.પી.બી.એસ. સલાહકાર મોલેશભાઈ ઉકાણી, જી.પી.બી.એસ. ક્ધવીનર નિલેશભાઈ જેતપરીયા, જી.પી.બી.એસ. સહ ક્ધવીનર નરેન્દ્રભાઈ સંઘાત, એકસ્પોના ઇવેન્ટ પાર્ટનર જીતેન્દ્રભાઈ કથીરિયા યોગેશભાઈ અકબરી, દર્શિતભાઈ વસોયા, પુર્વીનભાઈ મોરલ, પ્રશાંતભાઈ વરસાણી, દીપકભાઈ ડોબરીયા, તુષારભાઈ વાછાણી, કિરણભાઈ સોજીત્રા, ગોપાલભાઈ સખીયા, ધર્મેશભાઈ પટેલ, કૃણાલભાઈ કામાણી, કાર્તિકભાઈ દુધાત્રા, જયભાઈ સુરેજા, સન્નીભાઈ સુરાણી, અર્જુનભાઈ હીરપરા, યતીનભાઈ રોકડ, વિપુલભાઈ વાડલીયા, જયદીપભાઈ ઘાણવા, રસીકભાઈ લાડાણી, પ્રિયેશભાઈ ડોબરીયા, રોનકભાઈ રૈયાણી, વિમલભાઈ પટેલ, સુરેશભાઈ વેકરીયા, અમિતભાઈ ગઢીયા, નિકુંજભાઈ ધામેલીયા, હાર્દિકભાઈ નાશીક, શર્મિલાબેન બાંભણિયા, જાગૃતિબેન ઘાડિયા અને જ્યોતિબેન ટીલવા સહિતનાઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે તા. 10 સુધી ચાલનારા એક્સ્પોની મુલાકાત લેવા ખાસ સૌને નિમંત્રણ પાઠવ્યું છે. આ એક્સ્પોના પ્રચાર-પ્રસાર અર્થે મીડિયા કો-ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપી રહ્યા છે.
ગોલ્ડન બુક ઓફ રેકોર્ડથી સન્માન
દેશકા એકસ્પો જીપીબીએસ-2024ને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતો. અમદાવાદ થી આવેલા ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના ડો મનીષ બિશ્નોય એ આ એવોર્ડ માટે 40 દેશથી આવેલા ડેલીગેશન અને 400 થી વધુ વેપારી સંગઠન, વિદેશના મંત્રી રાજદારીઓની સંખ્યા તેમજ વિઝીટર્સ ની સંખ્યાને ધ્યાને લઈને આ એવોર્ડ આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
- Advertisement -