કર્મચારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણાએ ગઈકાલે સવારે 10:10 કલાકે થાનગઢ મામલતદાર કચેરીની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે કચેરીની 12 વિવિધ શાખાઓની વિગતવાર તપાસણી કરી.
તપાસણી હેઠળ જમીન, રેવન્યુ, ફોજદારી, સમાજ સુરક્ષા, હિસાબી, મહેકમ, જનરલ, મધ્યાહન ભોજન યોજના, પુરવઠા, ઈ-ધારા, જનસેવા અને રજિસ્ટ્રી શાખાનો સમાવેશ થયો.
તપાસણી બાદ નાયબ કલેક્ટરે તમામ કર્મચારીઓની બેઠક યોજી. તેમણે કર્મચારીઓને સરકારી નિયમો અને જોગવાઈઓ મુજબ કામગીરી કરવા સૂચના આપી. કર્મચારીઓને અંગત સ્વાર્થ વગર નાગરિકોના હિતમાં કામ કરવા અને તમામ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું.
નાયબ કલેક્ટરે કચેરીમાં હાજર અરજદારો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી. અરજદારોની સમસ્યાઓના નિરાકરણ માટે સંબંધિત કર્મચારીઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવી.