ઝાલાવાડના દરેક શહેર અને ગામડે આમંત્રણરથ આમંત્રણ આપશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના સંસ્કારધામ ગુરુકુળને 25 વર્ષ પૂર્ણ થતા જનમંગલ મહોત્સવ ઉજવણીની તૈયારી શરૂ કરી છે. આગામી 2 જાન્યુઆરીથી 8 જાન્યુઆરી સુધી સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ભવ્ય જનમંગલ મહોત્સવ કાર્યક્રમની સાથે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે આ પ્રકારના સેવાકીય અને ધાર્મિક કાર્યમાં સમગ્ર ઝાલાવાડ પંથકની ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપવા માટે ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતેથી આમંત્રણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સંસ્કારધામ સ્વામિનારાયણ ગુરુકુળના મહંત રામકૃષ્ણ સ્વામીના હસ્તે આમંત્રણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ રથ સમગ્ર ઝાલાવાડ પંથકના દરેક શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ગામો-ગામ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ધર્મપ્રેમી જનતાને આમંત્રણ આપશે. મહંત રામકૃષ્ણ સ્વામી દ્વારા સંસ્કારધામ ગુરુકુળને 25 વર્ષ પૂર્ણ થવા નિમિતે આયોજન કરેલ જનમંગલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો હાજરી આપી મહોત્સવને દીપાવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.



