ગુજરાતમાં ચોમાસું પૂર્ણ થવાના સત્તાવાર સંકેત આપતું હવામાન વિભાગ
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે એક મોટા સંકેત આપવામાં આવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ચોમાસુ પૂર્ણ થવાની સ્થિતિ તરફ સંકેત આપ્યા છે. 6 ઑકોટોબરથી ગુજરાતભરમાં ચોમાસું વિદાય લેશે, જેના કારણે આગામી 5 દિવસ નહીવત વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુલાબ વાવાઝોડું ઓડિશાના દરિયાકાંઠે અથડાયા બાદ અરબી સમુદ્રમાં શાહીન વાવાઝોડાના રૂપમાં ડિપ ડિપેશન ફેરવાયું હતું. પરંતુ શાહીન વાવાઝોડું ગુજરાતના કાંઠેથી 400 કિ.મી. દૂર હોવાનું હવામાન વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે. પરંતુ તેમ છતાં આગામી દિવસોમાં વરસાદ સાવ બંધ થઈ જશે તેવું નથી. રાજ્યમાં છૂટોછવાયા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીએ તો નવરાત્રિમાં વરસાદનો ખતરો નથી. બીજી બાજુ ગુજરાતમાં વરસાદની ઘટ પૂર્ણ થઈ ગઈ છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે રાજ્યમાં 2% વધુ વરસાદ નોંધાયો છે.
- Advertisement -
હવામાન વિભાગે આગાહી કરી હતી કે, રાજ્યમાંથી હવે ચોમાસું વિદાઈ લેશે. હવે રાજ્યમાં ચોમાસું પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે. આગામી પાંચ દિવસમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ હવે રાજ્યમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે હોવાનું હવામાન વિભાગ જણાવી રહ્યું છે. એટલે કે, રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય કારણ કે, ઘણા વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકશાન થયું છે એટલે કે હવે ખેડૂતોને વરસાદથી રાહત રહેશે.
ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મેઘરાજા મન મૂકીને વરસતાં 31.04 ઈંચ સાથે મોસમનો સરેરાશ 94% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.



