ઝીરો વિઝીબીલીટીથી વાહનો ગોકળ ગાયની ગતિએ : ટ્રેન, ફલાઇટો મોડી પડી : 100થી વધુ ઉડાનો લેટ : પ્રદુષણ સ્તર 409 એકયુઆઇ ઘણુ જ ગંભીર નોંધાયુ
દેશની રાજધાની દિલ્હી પર આજ સવારે ધુમ્મસે એટેક કર્યો હતો. ઝીરો વિઝીબીલીટીના કારણે વાહનોની ગતિ ગોકળ ગાયની ગતિ બની હતી. દિલ્હી એરપોર્ટ પર 100થી વધુ વિમાનો મોડી પડી હતી. તો અનેક ટ્રેનો પણ મોડી પડી હીત. ગાઢ ધુમ્મસના કારણે આમજન અને યાત્રીઓએ પરેશાની ભોગવવી પડી હતી. ગાઢ ધુમ્મસ વચ્ચે દિલ્હીમાં આજે ન્યુનતમ તાપમાન સવારે પ.30 વાગ્યે 9.6 ડિગ્રી રહ્યું હતું. તો દિલ્હીમાં હવાની ગુણવત્તા પણ ગંભીર બની હતી. કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આજે સવારે 7 વાગ્યે દિલ્હીમાં એકયુઆઇ 409 નોંધાયુ હતું જે ખુબ જ ખરાબ કહેવાય.
- Advertisement -
દેશની રાજધાની દિલ્હી સંપૂર્ણપણે ધુમ્મસમાં લપેટાયેલી જોવા મળી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે બધું જ તેમાં ખોવાઈ ગયું. દૃશ્યતા 0 મીટર સુધી ઘટી ગઈ છે. ઘરેથી કામ માટે જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. વાહનોની ગતિ એટલી હદે ધીમી પડી ગઈ હતી. 20 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે મુસાફરી કરવી પણ મુશ્કેલ બની રહી હતી.
IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર
વાહનચાલકોએ ઇમરજન્સી લાઇટનો સહારો લેવો પડી રહ્યો હતો. નજીકના વૃક્ષો પણ દેખાતા નહોતા. દિલ્હી અતિ ગાઢ ધુમ્મસની લપેટમાં આવી ગયુ હતું. IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે.
ગગનચુંબી ઈમારતો દેખાતી જ નથી
આ ધુમ્મસ ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ ઉત્તર ભારતના મોટા ભાગમાં જોવા મળી રહ્યું છે, જેની અસર ગૌતમ બુદ્ધ નગરમાં પણ જોવા મળી રહી છે. રહેણાંક વિસ્તારોમાં ગગનચુંબી ઇમારતો પણ નજર સામેથી ગાયબ થઈ ગઈ છે. અહીં દૃશ્યતા 50 મીટરથી ઓછી છે. ઇમારતોના ઊંચા ભાગો હવે દેખાતા નહોતા.
- Advertisement -
ફ્લાઇટ્સ-ટ્રેનો મોડી પડી
દિલ્હી એરપોર્ટથી આવતી-જતી ફ્લાઇટ્સમાં પણ વિલંબ થવાની શક્યતા વધી ગઈ છે. આજે સવારે 4 વાગ્યાથી IGI એરપોર્ટ પર 0 દૃશ્યતા છે, જેના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી રહી છે. IGI એરપોર્ટે એક એડવાઇઝરી જારી કરીને લોકોને ઘરેથી નીકળતા પહેલા તેમની એરલાઇન્સના સંપર્કમાં રહેવા વિનંતી કરી છે. ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ પણ ધીમી પડી ગઈ છે.