દિલ્હીમાં 277 વિમાની ઉડ્ડયનો- 75થી વધુ ટ્રેનો પ્રભાવીત
પંજાબ-હરીયાણા-ઉતર પ્રદેશ સહીત છ રાજયોમાં શીતલહેર: શ્રીનગરમાં તાપમાન માઈનસ 5.6 ડીગ્રી
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ઉતર ભારત સિવાયના રાજયો કે ભાગોમાં ખાસ ઠંડી પડી નથી ત્યારે આજે અચાનક હવામાન પલટો થયો હોય તેમ 16 રાજયોમાં ગાઢ ઘુમ્મસ છવાયું હતું રાજયો શીત રહેલરની ઝપટમાં હતા.પરીણામે વિમાની તથા ટ્રેન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી.
ભારતના ઉતરીય રાજયોમાં કડકડતી ઠંડી તથા ગાઢ ઘુમ્મસનો દોર જારી જ રહ્યો હતો. બરફીલા પવનોને કારણે ઠંડી વધુ કાતિલ અનુભવાતી હતી. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ, પંજાબ, હરીયાણા તથા ઉતર પ્રદેશ માટે શીત લહેરોનું એલર્ટ જારી કર્યું છે.
બીજી તરફ પંજાબ, હરીયાણા, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉતરાખંડ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા પૂર્વોતરનાં ચાર રાજયોમાં ગાઢ ઘુમ્મસ છવાયેલુ રહ્યું હતું.આવતા પાંચ દિવસ સુધી ખાસ કરીને ઉતર ભારતનાં રાજયોમાં મધ્યમથી ગાઢ ઘુમ્મસ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગાઢ ઘુમ્મસ તથા ખરાબ હવામાનને કારણે દિલ્હી એરપોર્ટ પર 277 વિમાની ઉડ્ડયનો પ્રભાવીત થયા હતા. 15 ઉડ્ડયનો રદ કરવામાં આવ્યા હતા. 75 થી વધુ ટ્રેનો કલાકો સુધી મોડી હતી. કાતિલ ઠંડીને કારણે હરીયાણામાં પ્રાથમીક સ્કુલોમાં રજા લંબાવવામાં આવી છે. બિહારનાં મુઝફફરપુરમાં કાતિલ ઠંડીથી એક વિદ્યાર્થીનુ મોત થયુ હતું જયારે બે વિદ્યાર્થીઓ બેભાન થયા હતા.
કાશ્મીરમાં ઠંડીના કાતિલ મોજાથી મોટાભાગના ક્ષેત્રોમાં પારો માઈનસમાં સરકયો હતો શ્રીનગરનું તાપમાન માઈનસ 5.3 ડીગ્રી નોંધાયુ હતું. વરસાદ તથા બરફ વર્ષાની આગાહી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં પણ 28 થી 30 જાન્યુઆરી દરમ્યાન વરસાદ બરફવર્ષાની શકયતા દર્શાવવામાં આવી છે.
ઉતર ભારતમાં કડકડતી ઠંડી વચ્ચે દ.ભારતમાં ખાસ ઠંડી નથી જોકે તેલંગણામાં આંધ્રપ્રદેશ તથા આંદામાન નિકોબારમાં વરસાદની શકયતા દર્શાવવામાં આવી છે.