ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકી હુમલાની આશંકા, નાટો દૂર રહે તેવી સંભાવના
ખાસ-ખબર ન્યૂઝ ડેનમાર્ક, તા.22
- Advertisement -
ડેનમાર્ક હાલમાં એક વિચિત્ર અને મુશ્ર્કેલ પરિસ્થિતિમાં ફસાયેલું છે. તેનો સામનો કોઈ દુશ્ર્મન દેશ સાથે નહીં, પરંતુ તેના પોતાના સહયોગી દેશ અમેરિકા સાથે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ઘણી ધમકીઓ આપી ચૂક્યા છે. ગ્રીનલેન્ડ સત્તાવાર રીતે ડેનમાર્કનો ભાગ છે અને તે પણ અમેરિકાની જેમ ગઅઝઘ સભ્ય છે. એટલે કે, એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે જ્યાં ગઅઝઘનો જ એક સભ્ય દેશ, બીજા સભ્ય દેશને લશ્ર્કરી કાર્યવાહીની ધમકી આપી રહ્યો છે. ડેનમાર્કની આવી પરિસ્થિતિ અંગે ગ્રીસના પૂર્વ નાણા મંત્રી અને અર્થશાસ્ત્રી યાનિસ વારોફાકિસે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ ગ્રીનલેન્ડના કર્મોનું ફળ છે. તેમણે કહ્યું કે ગઅઝઘ બાહ્ય દુશ્ર્મનોથી બચાવવા માટે છે, પરંતુ આંતરિક દુશ્ર્મનોથી રક્ષણ માટે નથી. જ્યારે 1974માં ગઅઝઘના બે સભ્ય દેશો ગ્રીસ અને તુર્કીયે વચ્ચે સાયપ્રસને લઈને યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, ત્યારે ડેનમાર્કે કહ્યું હતું કે ગઅઝઘનું કામ કોઈ સભ્ય દેશને બીજા સભ્ય દેશથી બચાવવાનું નથી. નાટોની સ્થાપના 1949માં સોવિયત સંઘથી બચાવવા માટે થઈ હતી. તેના નિયમોનો આર્ટિકલ-5 કહે છે કે જો કોઈ એક સભ્ય પર હુમલો થાય, તો તેને બધા પર હુમલો માનવામાં આવશે. પરંતુ સમસ્યા એ છે કે જો હુમલો નાટોની અંદરથી જ થાય, તો શું થશે? આ અંગે નાટોના નિયમો સ્પષ્ટ નથી. ટ્રમ્પ લાંબા સમયથી યુરોપ અને નાટો દેશોને ઉશ્ર્કેરતા નિવેદનો આપી રહ્યા છે. તેઓ વારંવાર ગ્રીનલેન્ડને પોતાના નિયંત્રણમાં લેવાની વાત કરી ચૂક્યા છે. યુરોપના ઘણા નેતાઓ અને નિષ્ણાતોનું કહેવું છે કે જો અમેરિકાએ ખરેખર તાકાતના જોરે ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, તો આ નાટો માટે અંતની શરૂૂઆત હોઈ શકે છે. યુરોપિયન દેશોએ ડેનમાર્કના સમર્થનમાં પ્રતીકાત્મક રીતે સૈનિકો મોકલ્યા છે. બ્રિટને માત્ર એક સૈનિક અને નોર્વેએ બે સૈનિકો મોકલ્યા. આ પગલું લશ્ર્કરી નહીં, પરંતુ રાજકીય સંદેશ હતો. જોકે, આનાથી ટ્રમ્પ નારાજ થયા અને તેમણે ડેનમાર્કના સમર્થનમાં ઉભેલા યુરોપિયન દેશો પર 10 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી.
જો ઞજ હુમલો કરશે તો ગઅઝઘ શું કરશે
યુરોપિયન યુનિયન (ઊઞ) અને ઇન્ટરનેશનલ લો એક્સપર્ટ સ્ટીવન બ્લેકમેન અનુસાર, ટ્રમ્પની ધમકી ગઅઝઘની મૂળભૂત વિચારધારા વિરુદ્ધ છે. આ સંગઠનનો મૂળ સિદ્ધાંત છે કે સભ્ય દેશોની સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવશે. કેટલાક નિષ્ણાતો માંગ કરી રહ્યા છે કે યુરોપે ટ્રમ્પ સામે ઝૂકવાનું બંધ કરવું જોઈએ અને કડકાઈ બતાવવી જોઈએ, જેમ કે અમેરિકાના સૈન્ય ઠેકાણા બંધ કરવાની ધમકી આપવી, અમેરિકી બોન્ડની ખરીદી રોકવી અથવા અમેરિકી ટેક કંપનીઓ પર કડક નિયમો લગાવવા. પરંતુ યુરોપના આંતરિક મતભેદો એટલા ઊંડા છે કે હાલમાં આવું થવું મુશ્ર્કેલ લાગે છે. ગ્રીનલેન્ડને ભલે મોટાભાગે સ્વાયત્તતા મળી હોય, પરંતુ તેની રક્ષા અને વિદેશ નીતિની જવાબદારી હજુ પણ ડેનમાર્ક પાસે છે. જો અમેરિકાએ ખરેખર કોઈ સૈન્ય પગલું ભર્યું, તો ગઅઝઘના ભવિષ્ય પર પણ મોટો પ્રશ્ર્ન ઊભો થશે. જો અમેરિકા જેવા સૌથી શક્તિશાળી સભ્યએ જ ગ્રીનલેન્ડ પર કબજો કરવાનો પ્રયાસ કર્યો, તો ગઅઝઘ કંઈ કરી શકશે નહીં, કારણ કે કોઈપણ સૈન્ય નિર્ણય માટે બધાની સંમતિ જરૂૂરી હોય છે. જોકે, આનાથી ગઅઝઘ તરત જ સમાપ્ત થશે નહીં, પરંતુ તેની વિશ્ર્વસનીયતાને ઊંડો આંચકો ચોક્કસ લાગશે.
- Advertisement -
‘ધમકી નહીં, સન્માનની ભાષા સમજીએ છીએ’: મેક્રોનનો ટ્રમ્પને ટોણો
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને મંગળવારે ટ્રમ્પ દ્વારા ફ્રેન્ચ વાઇન પર 200% ટેરિફ લગાવવાની ધમકી પર જવાબ આપ્યો. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સ ધમકીમાં નહીં, સન્માનમાં વિશ્ર્વાસ રાખે છે. મેક્રોન સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે ગ્રીનલેન્ડ સાથે જોડાયેલા વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે યુરોપ પર વધુ પ્રતિબંધો લગાવવાની ધમકી આપવી ખોટું છે. ખાસ કરીને ત્યારે, જ્યારે એનો ઉપયોગ કોઈ દેશની જમીન અને આઝાદી પર દબાણ બનાવવા માટે કરવામાં આવે. આને કોઈપણ ભોગે સ્વીકારવામાં આવશે નહીં. ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે એવી દુનિયા ખતરનાક છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કાયદાનું કોઈ મહત્ત્વ રહેતું નથી. જ્યાં શક્તિશાળી દેશો જે ઈચ્છે એ કરે છે અને નબળા દેશોને મજબૂરીમાં બધું સહન કરવું પડે છે. મેક્રોનએ વેપાર અને ટેરિફનો પણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે નામ લીધા વિના અમેરિકા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું હતું કે કેટલાક દેશો એવા વેપાર કરારો કરી રહ્યા છે, જે યુરોપના કારોબારને નુકસાન પહોંચાડે છે, વધુ શરતો લાદે છે અને યુરોપને નબળું પાડવાનો પ્રયાસ કરે છે. તેમણે કહ્યું હતું કે સતત નવા-નવા ટેક્સ લગાવવામાં આવી રહ્યા છે અને આ વાત બિલકુલ મંજૂર કરી શકાય નહીં, ખાસ કરીને ત્યારે જ્યારે આ ટેક્સનો ઉપયોગ કોઈ દેશની જમીન અને સાર્વભૌમત્વ પર દબાણ બનાવવા માટે કરવામાં આવે. તેમણે આગળ કહ્યું હતું કે તેઓ પોતાની આઝાદી અને સાર્વભૌમત્વને લઈને સંપૂર્ણપણે ગંભીર છે. આ કોઈ જૂની વિચારસરણી નથી, પરંતુ બીજા વિશ્ર્વયુદ્ધમાંથી મળેલા શીખને યાદ રાખવાનો એક માર્ગ છે, સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે સહયોગ જરૂરી છે અને દેશો એકબીજા સાથે મળીને જ આગળ વધી શકે છે. આ જ વાત સમજાવતાં મેક્રોને જણાવ્યું હતું કે ફ્રાન્સે ગ્રીનલેન્ડમાં થનારા સૈન્ય અભ્યાસમાં ભાગ લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનો હેતુ કોઈને ધમકાવવાનો નથી, પરંતુ પોતાના એક યુરોપિયન મિત્ર દેશ ડેનમાર્કની સાથે ઊભા રહેવાનો છે.



