ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ ખાતે આવેલ કામધેનુ યુનિવર્સીટી, ગાંધીનગર નેજા હેઠળ કાર્યરત ફિશરીઝ કોલેજમાં અભ્યાસક્રમની સાથોસાથ, મત્સ્ય અંગેના સંશોધન કાર્ય અને તેને લગતા ઉત્પાદનો બનાવવાનું કાર્ય થાય છે. ફિશરીઝ કોલેજના પ્રાઘ્યાપક ડો. જીતેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓ દ્વારા સૂકી માછલીની વિવિધ ઉત્પાદનો બનાવેલ અને તેમાંથી બનેલ વિવિધ વાનગીનું પ્રદર્શન વિધાર્થીઓ દ્વારા રાખવામાં આવેલ. કુલ 35 જેટલી દરિયાઈ સૂકી મત્સ્યની પ્રજાતિઓનું આકર્ષિત પેકેજિંગ કરેલ. આ પ્રદર્શનમાં કોલેજના આચાર્ય ડો. એસ. આઈ. યુસુફઝાય સાહેબ તેમજ અન્ય પ્રાઘ્યાપકોએ જહેમત ઉઠાવી હતી. સૂકી માછલીની વિવિધ ગુણવતાયુક્ત ઉત્પાદનોની સાથે રેડી ટુ ઈટ ઉત્પાદનો પણ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં કોલેજના વિધાર્થીઓ એ ભાગ લીધો હતો અને આવનારા દિવસોમાં પેકેજીંગ અને ગુણવતા કેમ વધારવું તેમનું માર્ગદર્શન લીધેલ.