ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ જિલ્લાનાં સૂત્રાપાડામાં ગરીમા પૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગના ટેબ્લો નિદર્શનમાં માહિતીસભર સરકારની વિવિધ યોજના માટે લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યા હતા.
જેમાં નાયબ વનસંરક્ષકશ્રી કચેરી દ્વારા વન્યપ્રાણી, ખેડૂનલથી યોજના, વહેલ શાર્ક યોજનાની થીમ ,જિલ્લા પુરવઠા વિભાગની કચેરી દ્વારા સૌને અન્નની થીમ ,જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીએ, દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી અપનાવિએની થીમ ,નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા બાગાયતી વાવેતર થકી વધુ ઉત્પાદનની થીમ,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, આરોગ્ય શાખા દ્વારા આયુષ્માન ભારત થીમ,આઈસીડીએસ દ્વારા ચાર મંગળ દિવસની લાઈવ આંગણવાડી થીમ,મદદનિશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી દ્વારા દરીયાઈ સુરક્ષા થીમ,પશુપાલન વિભાગ દ્વારા ચાફકટર મશીનરીની થીમ ,પીજીવીસીએલ દ્વારા સોલાર ઉર્જા, સ્માર્ટમીટર કનેકશન થીમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પંચસ્તંભ યોજનાની થીમ આધારીત ટેબ્લોની નિદર્શન કરવામા આવ્યુ હતુ.