સનાતન ધર્મને શરમાવે તેવી જૂનાગઢના દામોદર કુંડની દુર્દશા
સૌથી મોટી અમાસે પણ મનપા સફાઈ કરવામાં ઉણુ ઉતર્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.30
જૂનાગઢ સહીત દેશ ભરમાં મૌની અમાવસ્યાનું સ્નાન ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વનું માનવામાં આવે છે.ત્યારે આ દિવસે પ્રયાગરાજ પૂર્ણ મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુએ સ્નાન કરી પિતૃ કાર્ય કર્યું હતું પણ જૂનાગઢના પ્રાચીન અને અસ્થાનાનું કેન્દ્ર દામોદર કુંડમાં અમાસના દિવસે આવેલા અનેક શ્રદ્ધાળુ કુંડની દૂરદશા જોઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સનાતન ધર્મને શરમાવે તેવી કુંડની દશા જોઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
મહાનગર પાલીકા જયારે જેસીબી સહીત કુંડમાં ઉતારીને સફાઈ કરે ત્યારે ફોટા સાથે જશ ખાટવા નીકળે છે.અને મોટી મોટી વાતો કરે છે.પણ હજુ સુધી દામોદર કુંડની સફાઈ થઇ નથી જયારે દેશ ભરમાં સૌથી મૌની અમાવસ્યાના દિવસે લોકોએ અનેક તીર્થ સ્થળો પર જઈને પીપળે પાણી રેડી સ્નાન વિધિ સાથે ધાર્મિક કાર્યોમાં જોડાયા હતા પણ જૂનાગઢ મનપાને ખબર નહિ હોઈ કે મૌની અમાવસ્યાના દિવસે અનેક શ્રદ્ધાળુ દામોદર કુંડ આવશે ત્યારે સફાઈનું અને રીપેરીંગ કામ ચાલુ હોવાનું બહાનું બતાવીને મુખ્ય પીપળે પાણી રેડવાની જગ્યા અન્ય કુંડની બાજુમાં પીપળે પાણી રેડવા જવું પડ્યું હતું તેમજ દામોદર કુંડમાં એટલું ખરાબ પાણી હતું કે, દુર્ગંધ મારતું હતું અને કચરાથી ભરેલું પડ્યું હતું તેમજ પ્લાસ્ટિકની પાણી બોટલ પણ જોવા મળતી હતી એક તરફ ગિરનાર તળેટી સહીત જગ્યા પર પ્લાસ્ટિક પ્રતિબંધ છે એવા સમયે પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.ત્યારે દામોદર કુંડમાં આવતા શ્રદ્ધાળુઓએ સનાતન ધર્મની વાતું કરતા નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.ભલે રાજ્ય સરકારે કરોડો રૂપિયા આપીને દામોદર કુંડને નવસાધ્ય બનાવ્યો પણ વાર તેહાવરે કુંડ સાફ જોવા મળે છે.બાકીના દિવસોમાં દામોદર કુંડની હાલ બેહાલ જોવા મળે છે.