ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.31
મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વિક વન રોડ ઝુંબેશ અંતર્ગત દબાણ હટાવો કામગીરી કરવામાં આવી રહી છે જેમાં ચોમાસાને પગલે ઝુંબેશને આંશિક બ્રેક જોવા મળી હતી અને હવે ચોમાસું અને દિવાળી પૂર્ણ થતા ફરી ટીમ એક્શનમાં આવી છે અને રાજપર ચોકડી પાસે દબાણ હટાવવામાં આવ્યા હતા મોરબી મહાપાલિકા દ્વારા વન વિક વન રોડ અંતર્ગત રાજપર ચોકડી પાસે ઓટલા અને છાપરા સહિતના દબાણો હટાવવામાં આવ્યા હતા ચોમાસા પૂર્વે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ કાર્યવાહી કરવામાં આવી હતી રોડ માર્ગ અને મકાન વિભાગ હસ્તક હતો અને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું વાંધા પણ મંગાવવામાં આવ્યા હતા રોડની પહોળાઈ વધારીને 24 મીટર કરવામાં આવી રહી છે જેથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે
મોરબી મનપા દ્વારા રાજપર ચોકડીએ ડીમોલિશન કામગીરી



 
                                 
                              
        

 
         
         
        