સ્પે.પી.પીએ 2008-24 સુધી કરેલા હુકમના રેકોર્ડ રજૂ કરતા કોર્ટે જામીન અરજી ફગાવી
મારી પાસે ડિમોલિશનના પાવર્સ નહોતા, કમિશનર પાસે સત્તા છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ચાર્જશીટ પછી વધુ એક આરોપીની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. મનપાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાએ જામીન પર છૂટવા માટે અરજી કરી હતી અને પોતે નિર્દોષ હોવાની રજુઆત કરી હતી. જેની સામે સ્પે. પી.પી તુષાર ગોકાણીએ મનસુખ સાગઠીયાએ 2008થી 2024 સુધી કરેલ ડિમોલિશન કાર્યવાહી રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેની દલીલના અંતે જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ અને એસી કરેલ કેસમાં જામીન પર છૂટવા મનસુખ સાગઠીયાએ કરેલ જામીન અરજીની આજે સુનાવણીમાં સાગઠિયાએ પોતાનો બચાવ રજૂ કરતા દલીલ કરી હતી કે, ટીઆરપી ગેમઝોનનું ડિમોલિશન મ્યુ. કમિશનરે ન કર્યું. મારી પાસે ડિમોલિશનના પાવર્સ નહોતા કમિશનર પાસે ડીમોલિશનની સત્તા છે. છતાં તેને આરોપી નથી બનાવાયા. અગ્નિકાંડના આ કેસમાં મને ખોટી રીતે ફસાવી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટ દ્વારા આઈએએસ અને આઇપીએસ આધિકારીઓની જવાબદારી ફિક્સ કરવા અવલોકન કરી રહી છે ત્યારે જ સાગઠિયાએ કરેલ બચાવ ફરી ચર્ચામાં રહેશે.
આ તરફ કોર્ટ સમક્ષ સરકાર તરફે હાજર થયેલા સ્પે.પીપી તુષાર ગોકાણીએ વર્ષ 2008થી લઈ 2024 સુધીના સાગઠિયાએ કરેલા ડીમોલિશનના હુકમોનો રેકર્ડ રજૂ કરી દલીલ કરી કે, સાગઠિયાની જવાબદારી ફિક્સ છે. તેણે અગાઉ પણ આવી સ્થિતિમાં પોતાના સત્તા સ્થાનેથી આવા હુકમો કર્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ગેરકાયદે બાંધકામ ટીપીઓ દૂર કરી શકે છે. જવાબદારીની ફેંકાફેંકી કરી સાગઠિયા બીજા પર જવાબદારી ઢોળી દઈ જામીન મેળવવા માંગે છે. એસીબીએ તેના પર કેસ કર્યો છે, જેમાં 23 કરોડની અપ્રમાણસર મિલકત થાય છે. આ આર્થિક લાભો આવા કિસ્સામાં સાગઠિયાએ મેળવી અપ્રમાણસર મિલકત ઉભી કરી છે.
વર્ષ 2008થી અનેક નોટિસો સાગઠિયાએ ફટકારી છે. શું આ બધી નોટિસો ખોટી છે? આ આરોપી સાગઠિયાએ પોતાનું ગુનાહિત કૃત્ય છુપાવવા અગ્નિકાંડના દિવસે રાતે એક વાગ્યે પોતાની ઓફિસે પહોંચી જુના રજિસ્ટરનો નાશ કરી નવા રજીસ્ટર બનાવેલ છે. પોતાનું કૃત્ય છુપાવવા આવી ગુનાહિત પ્રવૃત્તિ તેણે કરી છે. ખોટી મિનિટ્સ નોટ સાથે કોર્ટમાં હાજર રહી પોતાનો બચાવ કર્યો છે. જેથી તેની વિરુદ્ધ અન્ય એક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ દલીલના અંતે કોર્ટ દ્વારા આરોપી સાગઠીયાની જામીન અરજી નામંજુર કરી છે.
અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેમાંથી અશોકસિંહ, કિરીટસિંહ, ઇલેશ ખેર,
- Advertisement -
ગૌતમ જોશી અને રાજેશ મકવાણાની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. જયારે સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠિયા સામે એસીબીએ પણ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો છે માટે બંને કેસમાં ચાર્જશીટ થઈ ગયા બાદ જામીન અરજી ગુજારી હતી જેથી હવે તેની પણ જામીન અરજી કોર્ટે ફગાવી છે. આ કેસમાં ભોગ બનનાર વતી એડવોકેટ સુરેશ ફળદુ, 5ી.પી. નિતેશ કથિરિયા અને તુષાર ગોકાણી
રોકાયેલા છે.