27 ઝૂંપડા પર મનપાનું બૂલડોઝર ફરી વળ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં સરકારી જમીન પર દબાણ થતા મનપા તંત્રએ લાલઆંખ કરી છે. ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ધોળકિયા સ્કૂલ પાસે નાના મવાની ટીપી સ્કીમ નં-7માં 27 ઝૂંપડા પર ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 79.55 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનિંગ શાખા વેસ્ટ ઝોનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર જી. ડી. જોષી, આર. એન. મકવાણા તથા વેસ્ટ ઝોનનો તમામ ટેકનીકલ સ્ટાફ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો.