ઝાંઝરડા રોડ પર વીજ લાઈન માટે ખાડો ખોદ્યો, રિપેર ન થયો
જૂનાગઢના ચોબારી રોડને તોડી ગેસ લાઈન નાખવાની કામગીરી શરુ
- Advertisement -
ભૂગર્ભ ગટર, પાણીની લાઈન અને ગેસ લાઈનની કામગીરીથી લોકો ત્રસ્ત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂગર્ભ ગટર સાથે પાણી લાઈન અને ગેસ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં તાજેતરમાં બનાવેલ રોડ તોડી ફરી કામગીરી શરુ કરવામાં આવી રહી છે.ત્યારે જૂનાગઢ મહાનગર પાલિકાનો અણધડ વહીવટની વધુ એક કામગીરી સામે આવી છે.જેના લીધે સ્થાનિક રહીશો હાલાકી ભોગવી રહ્યા છે બનેલા રોડ તોડો અને ફરી બનાવો તેનાથી સરકારી નાણાંનો વેડફાટ જોવા મળે છે પ્રજાએ ટેક્સના ચુકવેલ નાણાંનો જાણે દૂર ઉપયોગ થતો હોઈ તેવું સામે આવી રહ્યું છે.અને લોકો સહન કરી રહ્યા છે. શહેરના ઝાંઝરડા અંડરબ્રિજ થી ચોબારી રોડ બાયપાસ સુધીનો તાજેતરમાંજ બનેલ રોડની સાઈડો ખોદવાની કામગીરી શરુ કરવામાં આવી છે સ્થાનિક લોકના કેહવા મુજબ ગેસ લાઈન માટે ખોદવાની કામગીરી શરુ કરાઈ છે ત્યારે બાજુમાં જગ્યા હોવા છતાં રોડ સાઈડ પણ ખોદીને લાઈન નાખવામાં આવી રહી છે.હવે ચોબારી રોડ પર ખોદવાની કામગીરી શરુ થતા ધીરે ધીરે રોડ પણ તૂટશે અને ફરી મનપા દ્વારા રોડ બનાવવામાં આવે ત્યાં સુધી લોકોને ખોદેલા ખાડાની પરેશાનીનો સામનો કરવો પડશે અગાઉ હજુ તોડેલા રસ્તા રીપેર થયા નથી ત્યાં શહેરમાં વધુ એક રોડ સાઈડ તોડવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે.
- Advertisement -
આમ મહા પાલિકા તંત્રની જે રીતે કામગીરી થવી જોઈએ તે રીતે થતી નથી લોકો સમસ્યાનો સામનો કરવા મજબુર બન્યા છે.રાજ્ય સરકાર દ્વારા રોડ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ શહેરીજનોને સારા રસ્તાની સુવિધા મળતી નથી જેના લીધે રસ્તા બાબતે લોકો ત્રસ્ત બન્યા છે. રોડ તોડવામાં વધુ એક એવોજ નમૂનો ઝાંઝરડા રોડ આવેલ ટ્રાઇડેન્ટ પ્લાઝા કોમ્લેક્ષ પાસે 15 દિવસ પેહલા પીજીવીસીએલની અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈનમાં ફોલ્ટ આવી જતા ખોદવાની કામગીરી શરુ કરવામાં આવી હતી જેમાં પણ રોડ સાઈડને નુકશાન થયું હતું ત્યારે ઝાંઝરડા રોડ બે મહિના પેહલાજ નવો બનાવામાં આવ્યો છે હજુ રોડ બન્યાને બે મહિના થયા ત્યાં પીજીવીએસલ દ્વારા મસ મોટો ખાડો કરીને વીજ લાઈન રીપેર કરીને જતા રહ્યા પણ હજુ સુધી કોઈ રસ્તો રીપેર કરવા નહિ આવતા ત્યાં કાદવ જમા થાય છે અને જો કોઈએ ભૂલ થી તેમાં વાહન ચલાવ્યું અથવા પાર્ક કર્યું તો વાહન ફસાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.આમ મનપા લોકો માટે રોડ બનાવે છે પણ પાછળથી ભૂગર્ભ ગટર, ગેસ લાઈન, પાણી લાઈન અને અન્ય વહીવટી તંત્ર અથવા ગટર ઉભરાઈ જવાના કારણે બનેલા રોડ તોડી પાડવામાં આવે છે પણ પાછળથી ફરી રીપેર નથી થતા અને ખાડા રાજ જોવા મળે છે જેના લીધે પ્રજાજનો હાલાકી ભોગવી પડે છે.
જૂનાગઢ શહેરના લોકોને સારા રસ્તા ક્યારે જોવા મળશે?
જૂનાગઢ શહેરને છેલ્લા ઘણા વર્ષોથી સારા રસ્તા જોવા મળ્યા નથી જે રસ્તાઓ સારા બનવાયા છે તેને પણ અન્ય કામગીરી માટે તોડી પાડવામાં આવે છે આમ લોકોને ક્યારે સારા રસ્તા જોવા મળશે ? મહાનગર પાલિકા કરોડોના ખર્ચે રસ્તાઓ બનાવે છે પણ ફરી તોડવાની કામગીરીથી લોકો ત્રસ્ત બની ગયા છે આતો મેન રોડની વાત પણ શહેરના અનેક આવે વિસ્તારો છે કે જ્યાં ખોદવાની કામગીરી થયા બાદ માત્ર ધૂળ કપચી નાખી ગાડુ ગબડવામાં આવે છે એમાં પણ જો વરસાદ પડે એટલે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે.અને સ્થાનિક લોકો ખાડારાજથી ભારે પરેશાનીનો સામનો કરે છે.