-શેરબજારમાં સટ્ટા ન કરી શકે કે મ્યુચ્યુઅલ ફંડ-આઈપીઓમાં રોકાણ પણ ન કરી શકે
શેરબજારમાં ઈન્વેસ્ટરોનાં રક્ષણ તથા ગેરરીતી રોકવા માટે નવા નિયમો દાખલ કરવામાં આવી જ રહ્યા છે.ડીમેટ ખાતામાં પાન-આધાર લીંકઅપ ફરજીયાત થવા ઉપરાંત અધિકૃત મોબાઈલ નંબર-ઈ મેઈલ આઈડી અનિવાર્ય કરવા છતાં તેનું પાલન નહિ કરનારા ત્રણ લાખ ઈન્વેસ્ટરોનાં ડીમેટ ખાતા ફ્રીઝ (સ્થગીત) કરી દેવામાં આવ્યા છે આ ઈન્વેસ્ટરો નિયમ પાલન સુધી શેરબજારમાં રોકાણ નહિં કરી શકે તેમજ મ્યુચ્યુઅલ ફંડ કે આઈપીઓમાં પણ રોકાણ નહિં કરી શકે.
- Advertisement -
દેશના અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં ઈન્વેસ્ટર વર્ગ મોટો છે 3 ઓકટોબરની સ્થિતિએ ગુજરાતમાં 1.49 કરોડ રજીસ્ટર્ડ ઈન્વેસ્ટરો બીએસઈ ડેટા પ્રમાણે સૌથી વધુ ઈન્વેસ્ટર સંખ્યા મહારાષ્ટ્ર તથા ઉતરપ્રદેશમાં છે.
ડીમેટ ખાતા યથાવત રાખવા માટે નિયમોની ભરમાર છે.કલાયન્ટ વતી નિયમ પાલન પ્રક્રિયા કરવાનું બ્રાકરો માટે પડકારજનક બની ગયુ છે. એસોસીએશન ઓફ નેશનલ એકસચેંજ મેમ્બર્સ ઓફ ઈન્ડીયાનાં ડાયરેકટર વૈભવ શાહે કહ્યું કે અંદાજીત 3 ટકા ડીમેટ ખાતા ફ્રીઝ થઈ ગયા છે.
અર્થાત ગુજરાતના 3 થી 4 ઈન્વેસ્ટરો શેરબજારમાં કામગીરી શકે તેમ નથી. ડીપોઝીટરીનાં કેવાયસી નિયમોનું પાલન ન થવા બદલ સેંકડો-ખાતા જુલાઈથી જ ફ્રીઝ થયેલા છે.ઈ-મેઈલ કે મોબાઈલ નંબર વેરીફીકેશન પેન્ડીંગ રહેવાના સંજોગોમાં સ્ટોક એકસચેંજ ખાતા સ્થગીત કરી નાખે છે.
- Advertisement -
અનેક બ્રોકરો એકસચેંજોની આડેધડ કાર્યવાહી સામે નારાજગી દર્શાવી રહ્યા છે.કલાયન્ટની નિયમ પ્રક્રિયા કરવા માટે રાત-દિવસ કામગીરી કરવાનો વખત આવ્યો છે. લક્ષ્મીશ્રી ઈન્વેસ્ટમેન્ટ નામના બ્રોકરેજ હાઉસનાં ગુજરાતના 15 ટકા જેટલા કલાયન્ટનાં એકાઉન્ટ ફ્રીઝ થયેલા છે. તમામ બ્રોકરોને ટેકનોલોજીનુ જ્ઞાન નથી એટલે નિયમોનું પાલન કરવામાં મુશ્કેલી અનુભવતા હોય છે.
અનેક કેસોમાં કલાયન્ટોએ મોબાઈલ નંબર કે ઈ-મેઈલ બદલાવી નાખ્યા હોય છે અને નવા કેવાયસી નિયમો હેઠળ માહીતી અપડેટ કરી ન હોવાથી ખાતા સ્થગીત થયા છે. નવા ખાતા ધારકોને ખાસ તકલીફ નથી.