આજથી બિલખાના માજી સરપંચ દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
બીલખા અને વિસાવદરમાં ભયંકર કમોસમી વરસાદ પડવાને લીધે ખેડૂતોને ભયંકર નુકશાની થયેલ છે અને ખેડૂતોના ખેતરોનુ ધોવાણ પણ થયેલ છે જેને લઈને બીલખાના માજી સરપંચ મહેન્દ્ર નાગ્રેચાએ તાત્કાલિક અસરથી ખેડૂતોને વળતર ચુકવવાની તંત્રને રજુઆત કરેલ હતી પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈજ કામગીરી કરવામાં આવેલ નો હોય આજ રોજ વીસાવદર મુકામે આવેલ માડાવડ માર્કેટ યાર્ડ પાસે આમરણાંત ઉપવાસ શરૂ કરેલ છે. સાથો સાથ બાગાયતી ખેતીના ઈજારદારોને પણ વળતર ચુકવવામાં આવવું જોઈએ. સરકાર દ્વારા ઘણા વરસોથી બી. પી.એલ. સર્વે બંધ કરવામાં આવેલ હોય અને જેના પરિણામે અનેક ગરીબ કુટુંબ સરકારી લાભોથી વંચીત રહી જાય છે. તો સરકાર દ્વારા તાત્કાલિક બીપીએલ સર્વે શરૂ કરવામાં આવે એવી પણ માગ મુકેલ છે. ઉપરોકત પ્રાણ પ્રશ્નોને લઈ આજથી મહેન્દ્ર નાગ્રેચા દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કરતા ખળભળાટ મચી ગયેલ છે. સરકાર દ્વારા વહેલી તકે ઉપરોકત પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી લોક લાગણી પ્રબંળબનતીજાયછે.