કિસાન સંઘ અને વીજ કચેરીનાં અધિકારીઓ બેઠક મળી
ખાસ ખબરસંવાદદાતા
- Advertisement -
જૂનાગઢમાં વીજ કચેરીએ ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. જેમા વીજ કચેરકીનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.આ બેઠકમાં ખેડૂતોનાં વિવિધ પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવીહતી. હાલમાં ખેડૂતોને ખેતી વાડીમાં વિજળી 8 કલાક વિજળી આપવાની માંગ કરી હતી.જૂનાગઢ તાલુકાને દિવસની વિજળી આપવા, પાંચ વર્ષમાં કેટલા નવા 66 કેવી સબસ્ટેશન બન્યા ?,કેટલા બાકી કયારે મળશે, ખેડૂતોને કલેકશન માંગે એટલે મળવું જોઈએ ખેડૂતોને જંગલમાં પણ વિજળી મળવી જોઈએ,ખેતી વીજ કનેક્શનના ફોલ્ટ તાત્કાલિક રીપેરીંગ કરવા સહિતનાં મુદે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ પ્રવક્તા મનસુખભાઈ પટોળીયાએ રજુઆત કરી હતી. આ મિટીંગમાં રાજેશભાઇ બુહા, જમનભાઈ ટાંક, લવજીભાઇ રાજાણી, રતીભાઈ પાઘડાર, ભાવેશભાઇ સાવલીયા, દિનેશભાઈ ધોરાજીયા, ભરતભાઇ સોજીત્રા, પ્રવીણભાઇ છોડવડીયા ,હાર્દીકભાઇ સહિતનાં હાજર રહ્યાં હતાં.


