ગ્રામજનો દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લામાં થતા ખનીજના ભરપૂર ભંડારની ચોરી સામે ખનિજ વિભાગ નપાણિયું સાબિત થયું છે. ત્યારે હવે તો ગ્રામજનો પણ પોતાના ગામમાં થતી ગેરકાયદેસર ખનિજ ચોરી બંધ કરવા રજૂઆત કરી રહ્યા હોવા છતાં પણ ખનિજ વિભાગને જરાય પેટનું પાણી હાલતું નથી. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે છેલા કેટલાક સમયથી ચાલતા ગેરકાયદેસર રેતીના વોશ પ્લાન્ટ બંધ કરવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી. રાવળીયાવદર ગામના સ્થાનિકો દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે તેઓના ગામમાં છેલા કેટલાક સમયથી ગેરકાયદેસર રેતીનું ખનન થઈ રહ્યું છે અને આ રેતીને વોશ પ્લાન્ટ સુધી લઈ જઈ વોશ કરી રહ્યા છે આ ખનિજ માફીયાઓ દ્વારા રેતીનું ખનન કરવાની લ્હાયમાં ચેક ડેમ પણ તોડી પાડ્યો છે સાથે જ પર્યાવરણને પણ નુકશાન થઈ રહ્યું છે જેથી રાવળીયાવદર ગામમાં ચાલતા રેતીના વોશ પ્લાન્ટ બંધ થાય તેવી ગ્રામજનોએ ઊગ્ર માંગ કરી છે.



