જૂનાગઢ ટેટ, ટાટ પાસ ઉમેદવારોએ કલેકટરને આવેદન આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
રાજ્ય સરકાર દ્વારા 2023માં 2750 વિઘા સહાયકની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે જગ્યા ભરવામાં આવી નથી. આથી જે 13,852 જગ્યાઓની ભરતી જાહેર થઇ છે તેમાં આ જગ્યાઓ સામેલ કરી ભરતીની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ સાથે જૂનાગઢ જિલ્લાના ટેટ, ટાટ પાસ ઉમેદવારોએ કલેકટરને આવેદનપત્ર આપ્યુ છે.
- Advertisement -
વર્ષ 20233માં સરકાર દ્વારા ટેટ-1 અને ટેટ-ર વિધા સાયકની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યાર બાદ હવે ધો.1 થી પાંચ પાચ હજાર, 6 થી 8 ગુજરાતી માઘ્યમમાં 7 હજાર તેમજ ધો.1થી 8 અન્ય માઘ્યમમાં 7 હજાર તેમજ ધો.1 થી 8 અન્ય માઘ્યમમાં 1852 મળી કુલ 13,852 શિક્ષકોની ભરતી થવાની છે. સરકાર દ્વારા તા.22-11-23ના ધો.1થી 8માં 2750 વિદ્યા સહાયકની ભરતી માટે મંજૂરી આપવામાં આવી હતી પણ હજુ સુધી આ જગ્યાઓ ભરવામાં આવી નથી. 2024 વિદ્યા સહાયકની ભરતીમાં 2011થી 2023 સુધીના તમામ ટેટ પાસ ઉમેદવારો તેમજ ચાલુ વિદ્યાસહાયક વતનનો લાભ લેવા માટે ફરીથી અરજી કરશે તેથી ટેટ-1માં 12 હજાર, ટેટ-2માં 57 હજાર આસપાસ અરજીઓ આવી છે. આથી અગાઉ જે ભરતી જાહેર કરી તેનો તાજેતરની ભરતીમાં ઉમેરો કરવામાં આવે તેવી માંગ સાથે જૂનાગઢના ટેટ, ટાટ પાસ ઉમેદવારોએ કલેકટરને આવેદન આપ્યુ છે.