બજરંગ દળ અને હિન્દુ સંગઠનો દ્વારા આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ગૃહ ઉદ્યોગના નામે તથા માવા મસાલાના વેપારમાં મોટું જોલ રહેલુ છે. દર માવાના વેચાણમાં વર્ષે લાખ્ખોનું ટનઓવર કરી પ્રતિબંધ છતાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા માવાના વેપારીઓ દ્વારા સરકારના તમામ નિયમોનું ઉલંઘન કરતા નજરે પડે છે તેવામાં ધ્રાંગધ્રા ખાતે કેટલાક ધાર્મિક સબંધિત નામનો ઉપયોગ કરી માવા વેચાણ કરતા વેપારીઓ સામે બજરંગ દલ અને હિન્દુ સંગઠનો દ્વારા રણશિંગુ ફૂક્યું છે.
શહેરની મુખ્ય બજારમાં મહાદેવ, ત્રિશૂલ, ઓમ સહિતના હિન્દુ ધર્મને સબંધિત નામ રાખી માવાનું વેચાણ કરતા હોય છે જે માવાના પેકેટને ઉપયોગ કરી બાદમાં જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવતા ઉપર લેવલ પર ધાર્મિક નામ હોવાથી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રશ્ન ઊભો થાય છે ત્યારે આ પ્રકારના હિન કાર્યને લીધે ધ્રાંગધ્રા બજરંગ દળ અને હિન્દુ સંગઠનોના કાર્યકરો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ધાર્મિક સબંધિત નામ સાથે વેચાણ થયા માવા પર પ્રતિબંધ લગાવવા માટે ઉગ્ર માંગ કરાઈ હતી.