જૂનાગઢ મનપા ચૂંટણીને અનુલક્ષીને લોહાણા યુવા સંગઠનની બેઠક મળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ અનેક સમાજ પોતાના રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયત્નશીલ થયો છે ત્યારે ખાસ જૂનાગઢ લોહાણા યુવા સંગઠનની એક મહત્વની બેઠક મળી હતી.
લોહાણા યુવા સંગઠન દ્વારા સમયાંતર થતી નવી કારોબારીની રચના કરવામાં આવી હતી અને પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ વિવિધ હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી. જૂનાગઢ લોહાણા યુવા સંગઠનના સ્થાપક ઘનશ્યામભાઈ મશરૂની આગેવાની હેઠળ ઉપસ્થીત સર્વાનુમતે આશિષભાઈ રૂપારેલિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે સુધીરભાઈ અઢિયા અને ભાવેશભાઈ જીવાણીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તેમજ નિલેશભાઈ ચંદારાણાને મંત્રી અને જયભાઈ વિઠ્ઠલાણીની સંગઠન મંત્રી અને વત્સલભાઈ કારીયા, ઉમંગભાઈ તન્નાની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. સંગઠનના ઓડિટર રસિકભાઈ પોપટ અને સીસીભાઈ હિંડોચાની વરણી કરવામાં આવી હતી અને સમીરભાઈ અનડકટ્ટ, સુધીરભાઈ રાજા તેમજ હિરેનભાઈ તૈલી દંડક તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે સંગઠનના કમિટી એજન્ટ દીપેશ કાનાબાર વિરલભાઈ સોમૈયા અને હરેશ કારીયા વરણી કરવામાં આવી હતી તેમજ સંગઠનના ખજાનચી તરીકે અરવિંદભાઈ દેવાણી ને સમગ્ર જવાબદારી સોંપવામાં આવી હતી.
- Advertisement -
મહત્વનુ છે કે લોહાણા યુવા સંગઠનની બેઠકમાં સમાજના વિકાસ લક્ષી પ્રશ્ર્નો પર વિચાર વિમર્શ પણ થયા હતા અને ખાસ આગામી મહાનગર પાલિકા ચૂંટણીમાં પ્રતિનિધિત્વ ધરાવતા લોહાણા યુવા સંગઠન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને કોઈ પણ રાજકીય પક્ષો હોય ઓછામાં ઓછી પાંચ ટિકિટ લોહાણા સમાજના ઉમેદવારને આપે અને જુનાગઢ મહાનગર પાલિકામાં ઓછામાં ઓછા પાંચ નગરસેવકો સર્વ સમાજના હિત માટેનું પ્રતિનિધિત્વ કરે તેમજ જૂનાગઢનો વિકાસ થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.અગત્યની વાત એ પણ હતી કે લોહાણા સમાજના કોઈપણ ઉમેદવાર હોય કોઈ પણ પક્ષ સાથે જોડાયેલ હોય પછી ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સાથે હોય કે અપક્ષમાં હોય સમાજ હંમેશા તેને સહકાર આપે અને બહુમતીથી વિજય મેળવે સાથે સાથે સાથે લોકશાહીનું આ પર્વમાં લોહાણા સમાજના દરેક મતદાતાઓ વધુમાં વધુ મતદાન કરી રાષ્ટ્રહિત માટેના આ અવસરમાં મહત્વનો સિંહફાળો આપવા હાકલ કરવામાં આવી હતી.