મુસાફરોને પડતી અવગડતા દૂર કરવા રેલવે તંત્રને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નજીક આવેલા શાપુર રેલવે સ્ટેશન ખાતે તાજેતરમાં સલાહકાર સમિતિમાં પરબતભાઇ નાઘેરા, નટુભાઇ ભલાણી અને ભુરાભાઇ કરમટાની વરણી કરવામાં આવી હતી.
ત્યાર બાદ સમિતિના સભ્યોની શાપુર રેલવે સ્ટેશન ખાતે બેઠક યોજાઇ હતી જેમાં રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વેરાવળ, ભાવનગર ટ્રેનને શાપુર સ્ટોપ આપવા, સ્ટેશન ખાતે ઠંડા પાણી માટે કુલરની વ્યવસ્થા ગોઠવવા, નિયમિત સફાઇ કરવા તેમજ મુસાફરોને પડતી અવગડતા દૂર કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરાઇ હતી. આ પ્રશ્ર્નોનું સત્વરે નિરાકરણ કરવા રેલવે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.